લોડ થઈ રહ્યું છે...

ડીસા અગ્નિકાંડ કેસમાં SITની તપાસ પૂર્ણ, 2 દિવસમાં સરકારને રીપોર્ટ સોંપે તેવી શક્યતા, હવે મોતના સોદાગરની ખેર નહીં

image
X
બનાસકાંઠાના ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં એસઆઈટીએ તપાસ પૂર્ણ કરી દીધી છે. બે દિવસમાં સરકારને રીપોર્ટ સોંપાય તેવી શક્યતાઓ છે. આ કેસમાં આરોપીઓની મદદ કરનારની પણ તપાસ કરવામાં આવી છે.સરકાર દ્વારા રચાયેલી સીટની ત્રીજી એપ્રિલની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા.

બે દિવસમાં સરકારને રિપોર્ટ સોંપાય તેવી શક્યતાઓ
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં એસઆઈટીએ તપાસ પૂર્ણ કરી લીધી છે. રાજ્ય સરકારે બીજી એપ્રિલે IAS અધિકારી ભાવેશ પંડ્યાના નેતૃત્વમાં સીટની રચના કરી હતી. ટીમમાં DSP વિશાલકુમાર વાઘેલા, FSL ડાયરેક્ટર એચ.પી સંઘવી અને ઇજનેર જે.એ ગાંધી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સરકાર દ્વારા રચાયેલી સીટની ત્રીજી એપ્રિલની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા. સીટની તપાસ પૂર્ણ થતા હવે બે દિવસમાં સરકારને રિપોર્ટ સોંપાય તેવી શક્યતાઓ છે.

અત્યાર સુધી માત્ર બે આરોપીઓની ધરપકડ
SITએ આ કેસમાં આરોપીઓને ભગાડવામાં જે લોકોએ મદદ કરી હતી તે લોકોને પણ તપાસ કરાવી છે. આટલી મોટી ઘટનામાં અત્યાર સુધી માત્ર બે આરોપીઓની અટકાયત કરી તપાસ કરવામાં આવી રહી છે.ઘટનાને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી.ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Recent Posts

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું-"ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે"