લોસ એન્જલસમાં પરિસ્થિતિ વધુ વણસી, ટ્રમ્પ વહીવટીતંત્રે 700 મરીન સૈનિકો કર્યા તૈનાત
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન નીતિઓ સામે વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે સુરક્ષા મજબૂત કરવા માટે લગભગ 700 મરીન સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે આ તૈનાત કામચલાઉ છે. આ તૈનાતનો હેતુ પહેલાથી જ તૈનાત નેશનલ ગાર્ડ દળોને મદદ કરવાનો છે. કેલિફોર્નિયાના નેતાઓએ ટ્રમ્પ વહીવટીતંત્રના આ આદેશની ટીકા કરી છે અને તેના પર તેની સત્તાઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
એક વરિષ્ઠ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કામચલાઉ તૈનાત શહેરમાં પહેલાથી હાજર નેશનલ ગાર્ડ દળોને ટેકો આપવા માટે કરવામાં આવી રહી છે. અઠવાડિયાના મધ્ય સુધીમાં સૈનિકોની સંખ્યા વધીને 2,000 થવાની ધારણા છે. જોકે પેન્ટાગોને હજુ સુધી બળવાખોરી કાયદો લાગુ કર્યો નથી જે લશ્કરને કાયદાના અમલીકરણમાં સીધા જોડાવાની મંજૂરી આપે છે. અધિકારીએ કહ્યું, 'હાલમાં બળવાખોરી કાયદો લાગુ થવાની અપેક્ષા નથી, પરંતુ પરિસ્થિતિ બદલાઈ શકે છે.'
રવિવારે લોસ એન્જલસમાં 300 કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા હતા. કારણ કે છેલ્લા ત્રણ દિવસથી ઇમિગ્રેશન નીતિઓ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તે જ સમયે કેલિફોર્નિયાના નેતાઓ દ્વારા ટ્રમ્પ વહીવટીતંત્રના આ આદેશની આકરી ટીકા કરવામાં આવી છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર સામે મુકદ્દમો દાખલ
કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ સોમવારે જાહેરાત કરી હતી કે, રાજ્યએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો દાખલ કર્યો છે. તેમણે આ મરીન સૈનિકોની તૈનાતીને રાજ્યની સાર્વભૌમત્વને નબળી પાડતી સત્તાનો દુરુપયોગ ગણાવ્યો છે. બોન્ટાએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિ દ્વારા તેમની સત્તાના દુરુપયોગ અને કેલિફોર્નિયા નેશનલ ગાર્ડને ગેરકાયદેસર રીતે સક્રિય કરવાને હળવાશથી નહીં લઈએ.
વિરોધીઓની સંખ્યા વધી રહી છે
લોસ એન્જલસમાં વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રન્ટ્સ પર તાજેતરમાં લેવામાં આવેલી કાર્યવાહી પછી વિરોધીઓની સંખ્યા વધી રહી છે. શેરીઓમાં સૈન્યની હાજરીથી તણાવ વધી ગયો છે. ઘણા લોકોએ આ પ્રદર્શનને નાગરિકોનો અસંતોષ ગણાવ્યો છે.
ટ્રમ્પે નિર્ણયનો બચાવ કર્યો
આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે આ પગલાનો બચાવ કર્યો અને કહ્યું, 'જો અમે નેશનલ ગાર્ડ ન મોકલ્યા હોત, તો શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું હોત.' પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવાર બપોર સુધી લોસ એન્જલસમાં લગભગ 1000 નેશનલ ગાર્ડ તૈનાત હતા. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ પછી, હવે આ સંખ્યા 2000 સુધી પહોંચવાની ધારણા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats