લોડ થઈ રહ્યું છે...

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

image
X
અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 9.79 લાખથી વધુની કિંમતનો 97.970 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યો છે. ડ્રગ્સ વેચનાર અલ્તાફ શેખ અને ડ્રગ્સ ડ્રગ્સ લેનાર પાર્થ પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી  4 મોબાઈલ, 23 હજાર રોકડ, બે વાહનો સહિત 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. 

સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ માહિતી મળી હતી કે કેટલાક શખ્સો સરખેજ જુહાપુરા રોડ પર બ્લ્યુ વોટર ટાવર પાસે ડ્રગ્સનો જથ્થો સંતાડીને બેઠા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.9,97,700 ની કિંમતનો 97.970 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં મેફેડ્રોનનો જથ્થો વેચનાર સરખેજ જુહાપુરાના અંબા ટાવરમાં રહેતા અલ્તાફ એસ.શેખ અને સરખેજ ધોળકા રડ પર સિધ્ધિ વિલામાં રહેતા પાર્થ આર.પટેલની ધરપકડ કરી હતી. જ્યારે મામા નામનો રાજસ્થાનનો શખ્સ ફરાર થઈ જતો પોલીસે તેની શોધ હાથ ધરી છે.

Recent Posts

Gujarat by Election 2025: વિસાવદર અને કડી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, જાણો કેટલા ટકા થયું મતદાન

PM મોદીની વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ

ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ

સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું-'318 શરીરના ભાગો મળ્યા'

Gujarat by Election 2025: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ! બપોરે 3 વાગ્યા સુધીમાં કડીમાં 46.33% અને વિસાવદરમાં 47.67% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ

ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું

Gujarat Monsoon: ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ ભરાયા પાણી, શહેરના 5 અંડરપાસ કરાયા બંધ