રાજસ્થાનના ખેલમંત્રીનો પડી ગયો ખેલ, ચંદ્રયાનમાં મોકલ્યા મુસાફરો
રાજસ્થાનના ખેલ મંત્રી અશોક ચંદનાએ ચંદ્રયાન-3 પર એક વિચિત્ર નિવેદન આપ્યું છે. "આપણે સફળ થયા અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું. જે યાત્રીઓ ગયા છે આપણાં તેમને હું સલામ કરું છું. આપણા દેશે વિજ્ઞાન અને અવકાશ સંશોધનમાં વધુ એક પગલું આગળ વધાર્યું છે. તેના માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.” સોશિયલ મીડિયામાં અત્યારે આ મંત્રીનો વીડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને લઈને દેશવાસીઓની ખુશીનો પાર નથી. ત્યારે રાજસ્થાનની અશોક ગેહલોત સરકારના મંત્રી અશોક ચંદનાને સાંભળીને લોકો માથું પછાડી રહ્યા છે. આજે નાના બાળકને પણ ખ્યાલ છે કે, ચંદ્રયાન માનવરહિત છે. પરંતુ રાજસ્થાનના આ મંત્રીને એટલો પણ ખ્યાલ નથી કે, ચંદ્રયાન માનવરહિત છે. ગઇકાલે ચંદ્રયાનના લેન્ડિંગની સફળતા બાદ આ મંત્રીએ એવું વિચિત્ર નિવેદન આપ્યું કે, લોકોના મનમાં એ પ્રશ્ન થઇ રહ્યો છે કે, આ માણસને મંત્રી કોણે બનાવ્યો? શું મંત્રીએ ચંદ્રયાન વિશે કંઇ વાંચ્યું કે સાંભળ્યું નહીં હોય? મંત્રીએ એવું નિવેદન આપ્યું કે, "આપણે સફળ થયા અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું. જે યાત્રીઓ ગયા છે આપણાં તેમને હું સલામ કરું છું. આપણા દેશે વિજ્ઞાન અને અવકાશ સંશોધનમાં વધુ એક પગલું આગળ વધાર્યું છે. તેના માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.” સોશિયલ મીડિયામાં અત્યારે આ મંત્રીનો વીડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાજસ્થાન સરકારના મંત્રી અશોક ચંદનાના નિવેદન પર કટાક્ષ કર્યો. ટ્વીટર પર પૂર્વ કેન્દ્રીય મંત્રીએ લખ્યું, "ઘમંડિયા ઠગબંધન સ્પેશિયલ!! ચંદ્રયાન પર રાજસ્થાનના મંત્રી અશોક ચંદના અને બિહારના મુખ્યમંત્રીના જ્ઞાનને જોઈને તમે શું કહેશો?
આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર વિવિધ કોમેન્ટ્સ કરી હતી. ઘણા લોકોએ તેમની સામાન્ય સમજ પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે તેમના કેટલાક સમર્થકોએ કહ્યું હતું કે, મંત્રીની જીભ લપસી ગઈ છે. કોઇ પણ વ્યક્તિથી જીભ લપસી શકે છે. જો કે સોશિયલ મીડિયા પર ચંદનાએ ચંદ્રયાનની સફળતા માટે પ્રાર્થના પણ કરી છે. નોંધનીય છે કે ખેલ મંત્રી અશોક ચંદના અગાઉ પણ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે.