નવી સરકારને શેરબજારે વધાવી, સેન્સેક્સ 77000 અને નિફ્ટી 23400ને પાર

સોમવારે શરૂઆતમાં જ શેરબજાર નવા હાઈ પર પહોંચ્યું. જો કે બજારમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી હતી. આ પહેલા સેન્સેક્સ પ્રથમ વખત 77000ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ પ્રથમ વખત 23400ને પાર કરવામાં થયું.

image
X
મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણ બાદ શેરબજાર નવી ઊંચી સપાટીએ પહોંચવા સાથે બજારોને હકારાત્મક શરૂઆત આપી છે. આ પહેલા સેન્સેક્સ પ્રથમ વખત 77000ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ પ્રથમ વખત 23400ને પાર કરવામાં સફળ રહ્યો હતો. જો કે બજારમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી હતી. આ કારણે સેન્સેક્સ સવારે 9.58 વાગ્યે 61.05 (0.07%) પોઈન્ટ લપસીને 76,601.96 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 13.31 (0.06%) પોઈન્ટ ઘટીને 23,276.85ની સપાટીએ પહોંચ્યો હતો.

રીલાયન્સ અને એક્સિસ બેન્કથી સેન્સેક્સ મજબૂત 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ, SCBI અને કોટક મહિન્દ્રા બેન્કે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સને રેકોર્ડ ઊંચાઈ સુધી લઈ જવામાં સૌથી વધુ ફાળો આપ્યો હતો. બીજી તરફ ઈન્ફોસિસ, TCS, HCL ટેક અને ટેક મહિન્દ્રાના શેરોએ ઈન્ડેક્સ પર દબાણ બનાવ્યું હતું. નિફ્ટી IT સિવાયના તમામ ઈન્ડેક્સ સોમવારે ઉછાળા સાથે ખુલ્યા હતા. નિફ્ટી IT એ શરૂઆતના વેપાર દરમિયાન 0.9% નો ઘટાડો દર્શાવ્યો હતો. અમેરિકામાં માસિક રોજગારના મજબૂત આંકડા બહાર આવ્યા બાદ આ ઘટાડો જોવા મળ્યો હતો. આ ડેટાથી ફેડરલ રિઝર્વને વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં વધુ સમય લાગી શકે તેવો ભય વધી ગયો છે.


Recent Posts

સેન્સેક્સ 82,000 નીસપાટી પાર કરશે? અર્થતંત્ર અને બજાર પર મૂડીઝનો જાણો શું છે અંદાજો

ડીપફેક વીડિયો બનાવનાર હવે ફસાશે... મોદી સરકાર લાવશે ડિજિટલ ઈન્ડિયા બિલ!

T20 World Cup 2024: ભારત-કેનેડા મેચ રદ્દ, ફ્લોરિડામાં વરસાદે મારી બાજી

મણિપુર સચિવાલય પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, CM આવાસ છે બાજુમાં

ઉપાધ્યક્ષનું પદ નહીં મળે તો વિપક્ષ કરશે આ કામ.. જાણો શું છે તૈયારી

'વંદે ભારત સ્લીપર' ટ્રેનને લઈ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘું, આ રાજ્યમાં સરકારે કર્યો ભાવ વધારો

EXCLUSIVE | DEBATE | ચર્ચા છડેચોક - NEETને કરો NEAT | TV13 GUJARATI LIVE

માણાવદરના ધારાસભ્યએ અધિકારીઓના લીધા બરાબરના ક્લાસ, આપી આંદોલનની ચીમકી... જાણો શું છે મામલો

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ, ત્રણ કારમાં આવ્યા 20 લોકો