શેરબજારમાં આજે તેજીનો માહોલ, સેન્સેક્સમાં 720 પોઇન્ટનો ઉછાળો

BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 24 શેર મજબૂત ઉછાળા પર હતા જ્યારે છ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઘટતા શેરોની વાત કરીએ તો પાવર ગ્રીડ, હિંદકોપર, એશિયન પેઈન્ટ્સના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો.

image
X
ગઈકાલના ઘટાડા બાદ આજે શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતના કારોબારમાં ઉછાળા સાથે ખુલ્યા હતા અને હવે તે ઝડપથી વધી રહ્યા છે. સેન્સેક્સ 721 અંક વધીને 77905 પર જ્યારે નિફ્ટી 200 અંક વધીને 23,561 પર ટ્રેડ કરી રહ્યો હતો.

BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 24 શેર મજબૂત ઉછાળા પર હતા જ્યારે છ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઘટતા શેરોની વાત કરીએ તો પાવર ગ્રીડ, હિંદકોપર, એશિયન પેઈન્ટ્સના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો. NSE નિફ્ટીના ટોચના 50 શેરોમાંથી 38 શેરમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 13 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે શેરબજાર કેમ વધ્યું?
ગઈકાલે ઓલ ટાઈમ લો પર પહોંચ્યા બાદ આજે રૂપિયો રિકવરી મોડમાં છે. રૂપિયો આજે 13 પૈસા સુધર્યો છે અને તે વધતો જતો ટ્રેન્ડ દર્શાવે છે.
સાથે જ ભારતીય બજારને પણ અમેરિકન માર્કેટમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. જેના કારણે શેરબજારમાં વધારો થયો છે.
ગઈકાલના ભારે ઘટાડા બાદ રોકાણકારોએ ખરીદી શરૂ કરી છે, જેના કારણે બજારમાં તેજી વધી છે. કેટલીક કંપનીઓ તરફથી સારા પરિણામના સંકેત પણ મળી રહ્યા છે.

આ શેર્સમાં જોરદાર ઉછાળો
લાર્જ કેપ- આજે સંવર્ધન મધરસનનો શેર 7 ટકા વધ્યો હતો, દિવી લેબ્સના શેરમાં 5 ટકા અને HALના શેરમાં 4 ટકાનો વધારો થયો હતો.
મિડ કેપ- NLC ઈન્ડિયાના શેર 10 ટકા, સુંદરમ ફાઈનાન્સના શેર 5.30 ટકા અને ઈન્ડિયન બેન્કના શેર 4.31 ટકા વધ્યા છે.
સ્મોલ કેપ- કેસ્ટ્રોલ ઈન્ડિયાના શેરમાં 8.44 ટકા, હિન્દુસ્તાન કોપરના શેરમાં 4.14 ટકા અને NCCનો શેર 4.17 ટકા વધ્યો હતો.

આ સેક્ટરમાં આવી તેજી
શેરબજારમાં આજે ઉછાળાને કારણે કેટલાક સેક્ટરમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, આઇટી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક અને મેટલ જેવા સેક્ટરમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર FMCG શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ઉછાળો PYU બેંકના શેરમાં આવ્યો છે.

52 સપ્તાહની ટોચે 23 શેર
NSEના 2,281 ટ્રેડેડ શેરોમાંથી 1,868 શેર વધી રહ્યા છે. જ્યારે 348 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બાકીના 65 શેર યથાવત છે. જ્યારે 23 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ છે, જ્યારે 14 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ છે. 34 શેર અપર સર્કિટમાં અને 25 શેર લોઅર સર્કિટ પર આવ્યા છે.

Recent Posts

બોલીવુડ ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ઓફિસમાં થઇ ચોરી, 40 લાખ લઇ ચોર ફરાર

મહાકુંભ : 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભમાં ચાર વિશ્વ રેકોર્ડ બનશે

ગાંધીનગરની ગોસિપ..

દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે કયા કામને પ્રાથમિકતા આપવામાં આવશે?

૨૭ વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સત્તા પર આવતા રસપ્રદ તથ્યો અને આંકડાઓ

દિલ્હીમાં ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ભાજપની જીત અંગે શું કહ્યું

કેજરીવાલ-સિસોદિયાની હાર પર કુમાર વિશ્વાસ શું કહ્યું? જુઓ વીડિયો

મેડિકલ સ્ટોર સંચાલકને ધમકી આપી 5 લાખની ખંડણી માંગનાર ઝડપાયો, આરોપીની તપાસમાં થયા અનેક ખુલાસા

દિલ્હીના દિલમાં પણ વસી ગયું BJP, અઢી દાયકા બાદ ભાજપની જીત

દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો, PM મોદી સાંજે જશે ભાજપ કાર્યાલય, કાર્યકર્તાઓને સંબોધશે