શેરબજારમાં તેજીનો માહોલ યથાવત, નિફ્ટી ઓલ-ટાઇમ હાઈ પર

NSE નિફ્ટી આજે નવી ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયો છે. નિફ્ટીએ ગઈકાલના બંધ સપાટી થી 99.15 પોઈન્ટ વધીને 24,419.70ની સર્વકાલીન ઊંચી સપાટી એ પહોંચ્યો છે.

image
X
શેરબજારમાં મજબૂત ટ્રેડિંગ ચાલુ છે અને આજે મંગળવાર ફરી શેરબજાર માટે શુભ સાબિત થયો છે. NSE નિફ્ટી આજે નવી ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયો છે. નિફ્ટીએ ગઈકાલના બંધ સપાટીથી 99.15 પોઈન્ટ વધીને 24,419.70ની સર્વકાલીન ઊંચી સપાટી એ પહોંચ્યો છે.  
 
આજે શેરબજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો છે. આ દરમિયાન  સેન્સેક્સ પણ 403 પોઈન્ટથી વધુ ઉછળીને 80,363.69ની સપાટીએ પહોંચ્યો હતો, જે તેની  સર્વોચ્ચ સપાટી 80,392.64થી માત્ર દૂર છે. બપોરે 1.15 વાગ્યે સેન્સેક્સ 385.97 પોઈન્ટ એટલે કે  0.48 ટકા વધીને 80,346ના સ્તરે છે.

નિફ્ટીના 50 શેરોની સ્થિતિ 
NSEના 50 નિફ્ટી શેરોમાંથી 33માં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 17 શેરો ઘટાડા સાથે છે. મારુતિ 7 ટકાથી ઉપર ઉછળ્યો છે અને તેની સાથે ITC, M&M, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટન પણ બુલિશ બેન્ડવેગન પર સવાર છે. ઘટતા શેરોમાં LTI મિન્ટ્રી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક અને BPCLમાં નબળાઈ પ્રબળ છે.

સેન્સેક્સના શેરનું અપડેટ
સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં મારુતિ સુઝુકી ઈન્ડિયાના શેરમાં છ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. તે જ સમયે, ITC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો અને ટાટા મોટર્સના શેર પણ નફાકારક રહ્યા છે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક, JSW સ્ટીલ અને ટેક મહિન્દ્રાના શેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે.

Recent Posts

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વડોદરામાં ફાયરબ્રિગેડનું ટેન્કર પલટ્યું, યુવતીનો આબાદ બચાવ, જુઓ વીડીયો

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે

મહિલા એશિયાકપમાં ભારતની ધમાકેદાર શરૂઆત; પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું