લોડ થઈ રહ્યું છે...

વડોદરાના જુનીગઢી વિસ્તારમાં નવરાત્રી મંડપ પર પથ્થરમારો, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 38 લોકોની કરી અટકાયત

image
X
વડોદરાના જુનીગઢી વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારાથી બનેલી ઘટનાએ તણાવપૂર્ણ વાતાવરણ સર્જ્યું હતું. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક વાંધાજનક પોસ્ટ આ ઘટના પાછળનું કારણ હતી. વિવાદાસ્પદ પોસ્ટથી મુસ્લિમ સમુદાયમાં રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો શહેર પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા.પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 50થી વધુ લોકોની કરી અટકાયત કરી હતી. પોલીસે વિવાદિત વીડિયો મામલે પણ FIR નોંધી. પોલીસે અલગ-અલગ બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

આ ઘટના દરમિયાન નવરાત્રી માટે શણગારેલા મંડપ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક કાફલો મોકલીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વડોદરા શહેર પોલીસના એડિશનલ કમિશનર ડૉ. લીના પાટીલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા.

ડૉ. લીના પાટીલે જણાવ્યું કે, સમગ્ર વિસ્તાર શાંતિપૂર્ણ છે અને પોલીસે ધાર્મિક લાગણીઓ દુભાવવાના મામલા સામે કાર્યવાહી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે ધાર્મિક નેતાઓની મદદથી, સ્થાનિક રહેવાસીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે, અને પોલીસ વિવાદાસ્પદ પોસ્ટના વાયરલ કન્ટેન્ટ માટે જવાબદાર વ્યક્તિઓ પર નજર રાખી રહી છે. તેમણે જાહેર જનતાને કોઈપણ અફવાઓને અવગણવા અને શાંતિ જાળવવા અપીલ પણ કરી.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, આ ઘટના એક યુવક દ્વારા AIનો ઉપયોગ કરીને બનાવેલી વિવાદાસ્પદ પોસ્ટને કારણે બની છે, જેમાં પવિત્ર સ્થળો વિશે વાંધાજનક ટિપ્પણીઓ હતી. આ પોસ્ટ વાયરલ થયા પછી, લોકો શહેર પોલીસ સ્ટેશન પહોંચ્ય અને વાતાવરણ ડહોળાયું હતું. 

વડોદરા શહેર પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી કરી અને વિસ્તારમાં પોલીસનો કાફલો તેનાત કરી દેવામાં આવ્યો છે.. ધાર્મિક નેતાઓ અને સમુદાયના વરિષ્ઠ સભ્યોની મદદથી, લોકોને સમજાવીને પરિસ્થિતિ શાંત કરવામાં આવી. હાલમાં, જુનીગઢી વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય છે, અને પોલીસ સતત તકેદારી રાખી રહી છે.

પોલીસ લોકોને અફવાઓને અવગણવા અને વિવાદાસ્પદ પોસ્ટ પોસ્ટ કરવાથી દૂર રહેવા વિનંતી કરી રહી છે. અધિકારીઓ કહે છે કે શાંતિ જાળવવી અને હિંસા અટકાવવી એ પ્રાથમિકતા છે. વિવાદાસ્પદ પોસ્ટ ફેલાવનારાઓ પર પોલીસ નજર રાખી રહી છે.