સુરત/ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની ચોરી, GPS સિસ્ટમની મદદથી પકડાયા
આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની કિંમતના હીરાના બેગની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા બંદૂકના નાળચે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. ઇકો કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થયા.
અવારનવાર ચોરીઓ થવાની ઘટના સામે આવતી હોય છે. ચોરોને કોઈ પ્રકારે ખાખીનો ડર રહ્યો નથી તેવું દેખાઈ રહ્યું છે. આવી જ ઘટના સુરત શહેરના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે બની હતી, મળતા અહેવાલ પ્રમાણે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાનું સામે આવ્યું છે. આંગડિયા પેઢીનો કર્મચારી કરોડોની કિંમતના હીરાની બેગ લઈને નીકડ્યો હતો ત્યારે જ આરોપીઓએ તેને આંતરીને બંદૂકની અણીએ લૂંટીને ફરાર થયા હતા.
વાત જાણે એમ છે કે સરથાણા વિસ્તારમાં વહેલી સવારે લૂંટની ઘટના બની છે. જેને પગલે સરથાણા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની કિંમતના હીરાના બેગની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા બંદૂકના નાળચે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ સરથાણ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું હતું. હીરા ભરેલી બેગમાં લાગેલા જીપીએસ સિસ્ટમ અને પોલીસની સંયુક્ત ટીમોના પ્રયાસથી લૂંટારુઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે. વલસાડ જિલ્લા એલસીબી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વલસાડ નજીકથી ચારથી વધુ લૂંટારુઓની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે હીરાની બેગમાં લાગેલા જીપીએસ સિસ્ટમ અને પોલીસની સંયુક્ત ટીમોના પ્રયાસથી લૂંટારુઓ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વલસાડ જિલ્લા એલસીબી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વલસાડ નજીકથી ચારથી વધુ લૂંટારુઓની કરી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. કરોડોની કિંમતના તમામ હીરાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આરોપીઓ ઇકો કારમાં લૂંટ કરવા આવ્યા હતા. લૂંટની ઘટના બનતા તમામ જિલ્લાની પોલીસને એલર્ટ કરાઈ હતી.