સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ
ગુજરાતમાં ઘૂસણખોરી મામલે ગુજરાત પોલીસ એક્શમાં આવી છે. ત્યારે સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં પોલીસની અલગ-અલગ ટિમોએ છેલ્લા 48 કલાકમાં 119 જેટલા બાંગ્લાદેશીઓમાં મહિલાઓ પણ સામેલ છે. આ તમામ બાંગ્લાદેશીને ડીપોર્ટ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં પોલીસની અલગ-અલગ ટીમો ક્રાઇમબ્રાન્ચ,SOG અને સ્થાનિક પોલીસે છેલ્લા 48 કલાકમાં સુરત શહેરમાંથી 119 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ગેરકાયદે વસવાટ કરતા બાંગલાદેશીઓ વિરુદ્ધ સુરત પોલીસે ભેસ્તાન, ઉન, લિંબાયત, સચિન, ચોકબજાર પાંડેસરા વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં સફળતા મળી છે. આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને હાલ રાંદેર સ્થિત ભિક્ષુક ગૃહ ખાતે લઈ જવામાં આવ્યા અને તમામને ડીપોર્ટ કરવાની કાર્યવાહી હાથધરી છે.
રાઘવેન્દ્ર વત્સ( એડિશનલ CP, ક્રાઇમ)એ જણાવ્યું હતું કે, છેલ્લા 48 કલાકની અંદર સુરત પોલીસની અલગ અલગ ટીમો જેમાં ક્રાઇમ બ્રાંચ, SOG અને અલગ અલગ પોલીસ મથકની ટીમોએ મળીને 119 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીને ઝડપીને ઓપરેશન પાર પાડ્યું છે. તમામ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે. અમારું આ ઓપરેશન સુરતના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ભેસ્તાન, પાંડેસરા, ઉન, સચિન, લિંબાયત, ચોકબજાર વિસ્તારમાં આ બધા 119 લોકો સુરત પોલીસના કસ્ટડીમાં છે. આ તમામ લોકો પર જે પણ ગેરકાયદેસર ઘૂસણખોરીની પ્રોસેજર હોય છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ તમામ લોકોનું જોઇન્ટ ઇન્ટ્રોગેશન થશે અને ત્યારબાદ ડિપોર્ટેશનની પ્રોસેજર કરાશે.
વધુમાં જણાવ્યું હતું કે, આ કુલ 119 લોકો છે જેઓ અલગ અલગ સમયે અલગ અલગ તરીકેથી સુરત આવ્યા હતા. બાંગ્લાદેશી નાગરિકો સુરતમાં અલગ અલગ કામ કરતા હતા. બાંગ્લાદેશી વિરુદ્ધ અમારી પહેલી ડ્રાઇવ નથી, અગાઉ પણ અનેક બાંગ્લાદેશી ઝડપી પાડ્યા હતા, તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓને પણ ડીપોર્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં 119 બાંગ્લાદેશી નાગરિકો છે અને એના પહેલા સુરત શહેરમાંથી 200થી વધુ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવાની પ્રોસેજર કરવામાં આવી હતી. ગેરકાયદેસર ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓનો બાયોમેટ્રિક લેવામાં આવશે. આ બાયોમેટ્રિક અન્ય એજન્સીઓને પણ આપવામાં આવશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB