Surendranagar: વઢવાણમાં જાહેરમાં છરીના 8 થી 10 ઘા મારીને યુવતીની હત્યા, ગણતરીની કલાકોમાં હત્યારાની ધરપકડ
સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીને બળજબરી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરવા બાબતે યુવાને છરીના 8 થી 10 ઘા મારી યુવતીની હત્યા નિપજાવી હતી વહેલી સવારે કામ અર્થે જતી યુવતીની સરા જાહેર હત્યા નીપજાવતા સમગ્ર પંથકમાં ચક્કર મચી જવા પામી છે
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી હોય તેવા દ્રશ્યો 24 કલાકમાં સામે આવ્યા છે જેમાં ગઈકાલે લીમડી ગ્રીન ચોકમાં જાહેરમાં યુવકે એક તરફી પ્રેમમાં પોતાની જાતને સળગાવી અને મહિલાને બાથ ભીળી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો અંગેની ઘટના બની હતી ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં એક યુવતીની પ્રેમ સંબંધમાં સરા જાહેર હત્યા નીપજાવવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં ડાયાભાઈ સોલંકીની યુવાન પુત્રી પાયલ કારખાનામાં કામ અર્થે જઈ રહી હતી ત્યારે તે જ વિસ્તારમાં રહેતા અમન નથુભાઈ રાઠોડ નામના યુવાને છરીના ઘા મારી અને તેની હત્યા નીપજાવી છે ત્યારે યુવતી સાથે પરાણે પ્રેમ સંબંધ બાંધવા અવારનવાર દબાણ કરતો હતો પરંતુ યુવતી તેના દબાણને વશ ન થતા આ યુવકે 8 થી 10 છરીના ઘા મારી અને હત્યા નીપજવવામાં આવી હતી ત્યારે પરિવાર દ્વારા આ યુવતીને હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી ત્યારે પરિવારજનો દ્વારા જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાનો ઇનકાર કર્યો હતો.
સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને યુવતીની મૃતદેહને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. યુવતીના પિતાએ વઢવાણ પોલીસ મથકે યુવક વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ વઢવાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB