T20 WC 2024: ભારતની જીતથી નાચવા લાગી મીસીસ કોહલી; જુઓ વિડીયો
ગઈકાલે રાત્રે અમેરિકાના ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. ખરાબ શરૂઆત છતાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આખા દેશે આ જીતને ઉજવી. સ્ટેડિયમમાં હાજર અનુષ્કા શર્મા પણ ભારતની જીતથી હરખાઈ ગઈ હતી. અનુષ્કા શર્માએ મેચ જીતતાની સાથે જ જોરથી સ્મિત કર્યું અને હાજર લોકો સાથે પોતાની ખુશી શેર કરી. આ દરમિયાન તે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરેક ક્રિકેટ મેચ ખાસ હોય છે. ગઈકાલે રાત્રે અમેરિકાના ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. ખરાબ શરૂઆત છતાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આખા દેશે આ જીતને ઉજવી. સ્ટેડિયમમાં હાજર અનુષ્કા શર્મા પણ ભારતની આ જીત જોઈને હરખાઈ ગઈ હતી. અનુષ્કા શર્માએ મેચ જીતતાની સાથે જ જોરથી સ્મિત કર્યું અને હાજર લોકો સાથે પોતાની ખુશી શેર કરી. આ દરમિયાન તે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અનુષ્કાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ભારતની જીતથી અનુષ્કા હરખાઈ ગઈ
ભારત-પાકિસ્તાન મેચની શરૂઆત ખાસ રહી ન હતી. વિરાટ 4 રન અને કેપ્ટન રોહિત શર્મા 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બે મોટા ખેલાડીઓના આઉટ થયા બાદ અનુષ્કા શર્મા અને રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ ઉદાસ દેખાતી હતી. અનુષ્કા આખી મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠી રહી હતી. તે ઘણી વખત પરેશાન પણ જોવા મળી હતી. પરંતુ અંતે જ્યારે પાકિસ્તાનની ટીમ 120 રનના ટાર્ગેટ સુધી પહોંચી શકી ન હતી ત્યારે અભિનેત્રીની ખુશી બેવડાઈ ગઈ હતી. અનુષ્કાએ તાળીઓ પાડીને ભારતની જીતની ઉજવણી કરી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Such a cutieee????❤️#ViratKohli #AnushkaSharma #Virushka #INDvsPAK pic.twitter.com/QWUDq471iR
— ???????????????????????????????? (@riyaa__99) June 9, 2024

અનુષ્કા શર્મા અને વિરાટે પ્રેગ્નન્સીના સમાચાર દુનિયાથી છૂપાવી રાખ્યા હતા. આ વર્ષે અભિનેત્રીએ લંડનમાં પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. હાલમાં અભિનેત્રી અભિનયથી દૂર છે અને તેના પતિ અને બે બાળકો સાથે જીવનનો આનંદ માણી રહી છે. જોકે તેણે પોતાના અંગત જીવનમાં સોશિયલ મીડિયાની પાપારાઝી દુનિયાથી દૂરી બનાવી લીધી છે.