T20 WC 2024: ઈરફાન પઠાણે T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમના 15 સંભવિત ખેલાડીઓ પસંદ કર્યા

ઈરફાન પઠાણે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. એક સ્પોર્ટ્સ ચેનલ પર ઈરફાને 15 સંભવિત ખેલાડીઓના નામની જાહેરાત કરી છે જેમને આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે.

image
X
ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ઈરફાન પઠાણે T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે . સ્ટાર સ્પોર્ટ્સ પર ઈરફાને 15 સંભવિત ખેલાડીઓના નામની જાહેરાત કરી છે જેમને આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે. ઈરફાને ઓપનર તરીકે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલને સ્થાન આપ્યું છે. ઈરફાને શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી ગણ્યો પરંતુ તેને ટીમમાં જગ્યા ચોક્કસ આપી છે. આ સિવાય નંબર 3 પર ઈરફાનની પસંદગી વિરાટ કોહલી છે. પૂર્વ ભારતીય બોલરે સૂર્યકુમાર યાદવને ચોથા નંબર પર સ્થાન આપ્યું છે. આ સિવાય ઋષભ પંતને વિકેટકીપર-બેટ્સમેન તરીકે 5માં નંબર પર પસંદ કરવામાં આવ્યો છે. ઈરફાને T20 વર્લ્ડ કપ માટે પસંદ કરેલી પોતાની ટીમમાં માત્ર એક જ વિકેટકીપરનો સમાવેશ કર્યો છે. ઈરફાને કેએલ રાહુલ અને સંજુ સેમસનને ટીમમાં સ્થાન આપ્યું નથી. 

                                                                                  Happy Birthday Sachin: સચિન તેંડુલકરના આ રેકોર્ડ તોડવા લગભગ અશક્ય જ છે!

આ સિવાય ઈરફાન પઠાણે આ ટીમમાં રિંકુ સિંહ અને હાર્દિક પંડ્યાને જગ્યા આપી છે. શિવાન દુબે પણ ઈરફાનની ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. એટલે કે ઈરફાને જાડેજા, હાર્દિક અને દુબેને ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદ કર્યા છે. સ્પિનર ​​માટે ઈરફાન પઠાણની પસંદગી યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ છે. ફાસ્ટ બોલરો માટે ઈરફાને જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહને પસંદ કર્યા છે. 

ઈરફાન પઠાણની T20 WC 2024ની ભારતીય ટીમ
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત(WK), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને શુભમન ગીલ.

Recent Posts

RCB VS CSK: મહત્વની મેચમાં બેંગલોરની રોયલ બેટિંગ; ચેન્નાઈને જીતવા 219 રનનો ટાર્ગેટ

RCB vs CSK: ટોસ હારીને બેંગલોર બેટિંગમાં; વરસાદના વિઘ્નથી મેચ રોકાઈ

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

RCB vs CSK: શું કોહલીના સ્વપ્ન પર પાણી ફરી વળશે ? જાણો કેવું રહેશે છે બેંગલોરનું વાતાવરણ

MI vs LSG: મુંબઈની હાર સાથે તો લખનૌની જીત IPLની સિઝનનો અંત !

MI vs LSG: 215 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈને વરસાદનું વિધ્ન નડ્યું

MI vs LSG: ઔપચારીક મેચમાં લખનૌની લાજવાબ બેટિંગ; મુંબઈને જીતવા 214 રનનું લક્ષ્ય

MI vs LSG: ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી લખનૌના પાવરપ્લે સુધીમાં 2 વિકેટે 49 રન

IPL 2024માં પોતાની સફર પૂરી થયા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની ઈમોશનલ પોસ્ટ

IPL 2024: પ્લેઓફમાં કોણ રમશે; ધોની કે કોહલી ?