T20 WC 2024: પાકિસ્તાન ફરી થયું પસ્ત; ભારતે T20 WCમાં સૌથી નાના સ્કોરને બચાવી મેચ જીતી

જસપ્રીત બુમરાહ ભારતની જીતનો હીરો હતો. તેણે 14 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આઠ મહિનામાં આ બીજી વખત છે કે જ્યારે બુમરાહે ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય.

image
X
T20 વર્લ્ડ કપ 2024માં ભારતે ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાન સામેની જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન પર ભારતીય ટીમની આ સાતમી જીત હતી. બંને વચ્ચે કુલ આઠ મેચ રમાઈ છે અને સાત મેચમાં ભારતનો વિજય થયો છે. એકમાં પાકિસ્તાન જીત્યું. T20 વર્લ્ડ કપમાં કોઈપણ એક ટીમ સામેની મેચોમાં આ સૌથી વધુ જીતનો સિલસિલો છે. ટીમ ઈન્ડિયાએ આ મામલે પાકિસ્તાન અને શ્રીલંકાને પાછળ છોડી દીધું છે. પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે અને શ્રીલંકા સામે વેસ્ટ ઈન્ડિઝ સામે છ-છ મેચ જીતી હતી. હવે ભારતીય ટીમ સૌથી આગળ છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂન રવિવાર ના રોજ એક શાનદાર મેચ રમાઈ હતી. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી. મેચમાં પાકિસ્તાનને જીતવા માટે 120 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે સાત વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શક્યું હતું. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામેની આઠ મેચોમાં ભારતની આ સાતમી જીત હતી. આ મેચમાં ભારતીય ટીમની જીતના હીરો જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા હતા, જેમણે બોલથી રમત બદલી નાખી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 72 રન હતો, પરંતુ તે પછી ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ પણ ફખર જમાન અને શાદાબ ખાનને આઉટ કરીને વાપસી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે પણ એક-એક વિકેટ લીધી હતી. અર્શદીપે જ મેચની છેલ્લી ઓવર ફેંકી હતી. જેમાં પાકિસ્તાનને 18 રન બનાવવા પડ્યા હતા.

બુમરાહે પાકિસ્તાનને બૂમ પડાવી 
પાકિસ્તાન સામે T 20માં કોઈપણ ટીમનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. 2021માં ઝિમ્બાબ્વેએ હરારેમાં પાકિસ્તાનને 119 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા દીધો ન હતો. આ પછી ટીમ ઈન્ડિયા છે. જસપ્રીત બુમરાહ ભારતની જીતનો હીરો હતો. તેણે 14 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આઠ મહિનામાં આ બીજી વખત છે કે જ્યારે બુમરાહે ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય. અગાઉ 2023 ODI વર્લ્ડ કપમાં, બુમરાહે પાકિસ્તાન સામે 19 રન આપીને બે વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

ભારતની ઠીકઠાક બેટિંગ
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને બીજી જ ઓવરમાં વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 4 રન બનાવીને નસીમ શાહના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા પણ શાહીન આફ્રિદીના બોલ પર ચાલવા લાગ્યો હતો. રોહિતે 13 રન બનાવ્યા હતા. આ પછી ડાબોડી બેટ્સમેન અક્ષર પટેલ અને ઋષભ પંતે ત્રીજી વિકેટ માટે 39 રન જોડીને દાવને સંભાળ્યો હતો. પટેલ મોટો શોટ મારવાના પ્રયાસમાં નસીમના હાથે બોલ્ડ થયો હતો. અક્ષર પટેલના આઉટ થયા બાદ સૂર્યકમાર યાદવ અને રિષભ પંત વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. એક સમયે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 89 રન હતો અને એવું લાગી રહ્યું હતું કે તે આ પીચ પર સારો સ્કોર બનાવવામાં સફળ થશે, પરંતુ પાકિસ્તાની બોલરોએ શાનદાર વાપસી કરી અને ભારતને સતત આંચકા આપ્યા. ભારતે 30 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ માત્ર 19 ઓવર રમી શકી અને 119 રન બનાવ્યા. રિષભ પંતે સૌથી વધુ 42 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રિષભ પંતે 31 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા સામેલ હતા. પાકિસ્તાન તરફથી અક્ષર પટેલે 18 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા જ્યારે હરિસ રઉફ અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ આમિરને બે વિકેટ મળી હતી.


Recent Posts

નાગપુર હિંસા : ધાર્મિક પુસ્તક સળગાવવાની અફવા બાદ બે જૂથો આમને સામને આવ્યા અને પછી...

અમદાવાદ : ધોળકામાં આવેલ કેડીલા કંપનીમાં ઘટી દુર્ઘટના, 4 કર્મચારીઓ વોશરૂમમાં થયા બેભાન; 1 કર્મચારીનું મોત

ઔરંગઝેબ વિવાદ બાદ નાગપુરમાં ભડકી હિંસા, બે જૂથો વચ્ચે અથડામણ, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

ટ્રમ્પના NSA ગબાર્ડે PM મોદીને તુલસીની માળા આપી ભેટમાં, બદલામાં તેમને પણ મળી એક પવિત્ર ભેટ

CM દેવેન્દ્ર ફડણવીશનું ઓરંગઝેબ મામલે નિવેદન | Top News | tv13 gujarati

તેલંગાણામાં પછાત વર્ગો માટે અનામતમાં સીએમ રેવંત રેડ્ડીએ કર્યો વધારો, 23થી વધારી કરી 42 ટકા

અમદાવાદમાં શેરબજાર ઓપરેટરના બંધ ફ્લેટમાંથી આશરે 80 થી 100 કરોડના સોના સાથે રોકડ ઝડપાઈ

ઓસ્ટ્રેલીયામાં પાકિસ્તાની ક્રિકેટર જુનૈદ ઝફરખાનનું પિચ ઉપર જ થયું અવસાન

હાંસોલમાં હોટલનાં રૂમમાં યુવતીની હત્યા કેસમાં મોટો ખુલાસો, પ્રેમી હત્યા બાદ કરવાનો હતો આત્મહત્યા

હવે રામ મંદિરમાં કોઈ નહીં હોય મુખ્ય પૂજારી, શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટનો મોટો નિર્ણય