T20 WC 2024: લો સ્કોરિંગ મેચમાં ભારતની શાનદાર જીતના આ ટર્નિંગ પોઈન્ટ પોઈન્ટ રહ્યા

ભારતીય ટીમે રોમાંચક લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ માત્ર 119 રન બનાવી શકી હતી અને પાકિસ્તાનની ટીમે 120 રનનો પીછો કરતા શરણાગતિ સ્વીકારી હતી. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એક સમયે પાકિસ્તાનની ટીમ જીતની નજીક દેખાતી હતી, પરંતુ આ મેચમાં પાકિસ્તાનની રમત કેવી રીતે બગડી અને કેવી રીતે ભારતીય ટીમે પાકિસ્તાનના જડબામાંથી જીત છીનવી લીધી.

image
X
ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024ની સૌથી ચર્ચિત મેચ જીતી લીધી છે. ભારતીય ટીમે રોમાંચક લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ માત્ર 119 રન બનાવી શકી હતી અને પાકિસ્તાનની ટીમે 120 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમએ સારી શરૂઆત કરવા છતાં છેલ્લે ભારતીય ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં મેચ જીતી હતી. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એક સમયે પાકિસ્તાનની ટીમ જીતની નજીક દેખાતી હતી, પરંતુ આ મેચમાં પાકિસ્તાન પર ભારત ભારે પડ્યું એના અમુક કારણો છે જે મેચના ટર્નિંગ પોઈન્ટ બની ગયા. ત્યારે ચાલો જોઈએ કે કયા મેચના મેઈન ટર્નિંગ પોઈન્ટ રહ્યા જેણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ 2024ની સતત બીજી જીત અપાવી.

રિષભનું બેટિંગમાં રાજ 
એક તરફ ન્યૂયોર્કની પીચ પર બેટ્સમેનો રન બનાવવા માટે તડપતા હતા, એ જ પીચ પર રિષભ પંતે ખતરનાક બેટિંગ કરી અને ટીમ માટે 31 બોલમાં 42 રન બનાવ્યા. તેના કેટલાક કેચ ભલે નાના હતા, પરંતુ આ ઇનિંગ ટીમ ઇન્ડિયા માટે જીતનું વરદાન સાબિત થયું. અક્ષર પટેલ સાથે તેની ભાગીદારી પણ સારી રહી હતી. પંતની આ ઇનિંગના કારણે ભારત 120ની નજીક પહોંચી શક્યું હતું. માત્ર પંતની બેટિંગ જ નહીં પરંતુ તેના ત્રણ કેચ પણ ટીમ ઈન્ડિયા માટે જીતનો સંદેશ હતા. 

જસપ્રિતનો જુસ્સો 
જસપ્રિત બુમરાહે પાકિસ્તાન સામે 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ લીધી હતી. ન્યૂયોર્કની પિચ પર બપોરે 119 રનનો બચાવ કરવો મુશ્કેલ લાગતું હતું, પરંતુ બુમરાહના સ્પેલે પાકિસ્તાનનું નસીબ બદલી નાખ્યું. તેણે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદને આઉટ કર્યા હતા. બુમરાહની આ બોલિંગ પાકિસ્તાન માટે આફત બની ગઈ. જ્યારે બુમરાહે રિઝવાનને બોલ્ડ કર્યો તો ત્યાંથી આખી મેચ બદલાઈ ગઈ, કારણ કે તે એકમાત્ર બેટ્સમેન હતો જે પરિસ્થિતિ અનુસાર રમી રહ્યો હતો. 

શર્માજીની શાનદાર કેપ્ટનશીપ
અક્ષર પટેલને નંબર 4 પર મોકલવો હોય, બોલિંગમાં ફેરફાર કરવો હોય કે બોલરોના હિસાબે ફિલ્ડિંગ હોય આ બધામાં કેપ્ટન શર્માજી બાજી મારી ગયા. રોહિતે ત્રણ સ્પેલમાં બુમરાહની ચાર ઓવર ફેંકાવી હતી એ આ જીતનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો, કારણ કે તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પિનને મોડેથી રજૂ કરવા બદલ તેની ટીકા થઈ હતી, પરંતુ રોહિતને તેના ઝડપી બોલરોમાં વિશ્વાસ હતો અને આ ટીમ માટે કામ કર્યું હતું.  


Recent Posts

T20 World Cup 2024: ભારત-કેનેડા મેચ રદ્દ, ફ્લોરિડામાં વરસાદે મારી બાજી

સુપર 8 પહેલા ભારતીય ટીમ માટે 'વિરાટ' મૂંઝવણ; ક્યારે બોલશે કોહલીનું બેટ ?

છૂટાછેડાના સમાચાર વચ્ચે નતાસાની ઈન્સ્ટા સ્ટોરીએ ફેન્સને આશ્ચર્યમાં મૂક્યા; જાણો શું કરી પોસ્ટ

T20 WorldCup 2024: ફોર્મ અંગે સુનિલ ગાવસ્કરે કર્યું વિરાટનું સમર્થન; જાણો શું કહ્યું લિટલ માસ્ટરે

T20 Worldcup2024: ભારતીય ટીમ સુપર-8માં; 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જાણો કોની સામે હશે આગળના મેચ

T20 WorldCup 2024: અસરદાર સરદાર; અર્શદીપની 4 વિકેટ, ભારતને જીતવા માટે 111 રનનો ટાર્ગેટ

T20 WorldCup 2024: અમેરીકા સામેની મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર સંભવ, આ ધુરંધર ખેલાડીને મળી શકે છે જગ્યા

T20 WorldCup 2024: ભારતીય ટીમને સુપર 8માં પહોંચવાની તક, USA સાથે થશે ટક્કર

એવું હોય તો કેપ્ટન્સી છોડી દો; શોએબ મલીક બાબર આઝમ પર ગુસ્સે થયો

T20 WC 2024: ભારતની જીતથી નાચવા લાગી મીસીસ કોહલી; જુઓ વિડીયો