ટીમ ઈન્ડિયાએ જીત સાથે કરી વનડે શ્રેણીની શરૂઆત, પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રને હરાવ્યું
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની પહેલી મેચ 30 નવેમ્બરના રોજ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલીની શાનદાર સદીને કારણે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 332 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ હવે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ ફટકારી જોરદાર સદી
આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત માટે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ઇનિંગની શરૂઆત કરી. જયસ્વાલ સારા ફોર્મમાં દેખાતા હતા, પરંતુ 16 બોલમાં 18 રન બનાવીને આઉટ થયા, જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. જયસ્વાલના આઉટ થયા પછી, વિરાટ કોહલી ત્રીજા નંબરે આવ્યો અને રોહિતને ખૂબ જ સારો સાથ આપ્યો. રોહિત અને વિરાટે બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી. રોહિત 51 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિરાટે કેએલ રાહુલ સાથે પાંચમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી, જે દરમિયાન વિરાટે તેની 52મી વનડે સદી પૂરી કરી. તેણે 102 બોલમાં પોતાની સદી પૂરી કરી અને અંતે 120 બોલમાં સાત છગ્ગા અને 11 ચોગ્ગા સાથે 135 રન બનાવીને આઉટ થયો. કેએલ રાહુલે પણ મેચમાં 60 રન બનાવ્યા.
જેન્સન અને બ્રિટ્ઝકેની ઇનિંગ્સ ન જીતાડી શકી મેચ
350 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. હર્ષિત રાણાએ બીજી ઓવરમાં બેવડો ફટકો માર્યો, જેમાં રાયન રિકેલ્ટન અને ક્વિન્ટન ડી કોક બંનેને એક જ ઓવરમાં શૂન્ય આઉટ કર્યા. સ્ટેન્ડ-ઇન કેપ્ટન એડન માર્કરામ પણ માત્ર સાત રન બનાવીને આઉટ થયા. આ પછી, ટોની ડી જ્યોર્ગી અને મેથ્યુ બ્રિટ્ઝકે વચ્ચે ચોથી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ. ટોની ડી જ્યોર્જીએ 35 બોલમાં 39 રન અને ડેવાલ્ડ બ્રેવિસે 28 બોલમાં 37 રન બનાવ્યા. આ મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી બ્રિટ્ઝકેએ સૌથી વધુ રન બનાવ્યા. તેમણે 80 બોલમાં 72 રનની ઇનિંગ રમી. માર્કો જેન્સને 39 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ રમી. ભારત તરફથી કુલદીપ યાદવે આ મેચમાં 4 વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats