વિશ્વના દરેક પિતા માટે તેમની પુત્રી રાજકુમારી જેવી જ હોય છે. તે પોતાની દીકરીને હંમેશ માટે સુખી જીવન આપવા માંગે છે. દીકરીએ પિતાનું અને પરિવારનું ગૌરવ છે. એ દીકરીના લગ્ન થાય ત્યારે આખો પરિવાર ભાવુક થઈ જાય છે. તેણીની વિદાય પર પરિવારની આંખોમાં આંસુ આવી જાય છે, પરંતુ એક પિતા, તેના હૃદય પર પથ્થર રાખીને, કોઈક રીતે તેની પુત્રીને વિદાય આપે છે.
દીકરીને વિદાય કરતી વખતે પિતાની આંખમાં આવી ગયા આંસુ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યાં એક પિતા પોતાની દીકરીની વિદાય પર પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યકત કરીને દીકરી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. વિદાય દરમિયાન, પિતાએ તેમની પુત્રી માટે કેટલીક ભાવનાત્મક અને હૃદય સ્પર્શી પંક્તિઓનું સંબોધન કર્યું. આ પંક્તિઓ સંભળાવતી વખતે દીકરીના પિતા તેમની પુત્રીને ગળે લગાડી રડી પડ્યા. દીકરીની વિદાયનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ દીકરીના પિતાની પંક્તિઓ સાંભળીને તમારું હૃદય પીગળી જશે
વીડિયોમાં પિતાએ દીકરી માટે જે પણ કહ્યું છે તે આશીર્વાદથી ઓછું નથી. આ પ્રસંગે પિતાએ પુત્રી માટે જે પણ કહ્યું તે સાંભળીને તમારું હૃદય પીગળી જશે અને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
આ રહી પિતા દ્વારા બોલવામાં આવેલી પંક્તિઓ
હું એક પિતા છું, હું મારી પુત્રીનું કન્યાદાન નહીં કરું, જાઓ, હું નથી માનતો તેને.
કારણ કે મારી દીકરી કોઈ વસ્તુ નથી કે જેને હું દાનમાં આપી શકું.
જ્યાં જઈ રહી છે ત્યાં ખુબ પ્રેમ વરસાવ જે, બધાને પોતાના બનાવજે,
હું દાનમાં નથી આપી રહ્યો તને
હું તને પ્રેમના વધુ એક બંધનમાં બાંધી રહ્યો છું,
તમે તેને સારી રીતે નિભાવજો, પરંતુ યાદ રાખજે
પિતા ગરીબમાં ગરીબ હોય કે ગમે તે હોય, તે રાજા પિતા હોય છે.
તે પિતા માટે તેની પુત્રી એક રાજકુમારી જ હોય છે,
જે હંમેશા તેના હૃદયમાં રહે છે
હું મારા હૃદયનો ટુકડો કોઈને દાનમાં આપી શકતો નથી
તેને એક નવા જીવન માટે,
એક નવી શરૂઆત માટે, નવી લાગણી માટે
હું તમને હૃદય અને આત્માથી શુભેચ્છા પાઠવું છું.
અહીં જુઓ વીડિયો: