ઈન્ડિયા ગઠબંધન ખતમ કરવાના દાવા પર તેજસ્વી યાદવે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

તેજસ્વી યાદવે કહ્યું હતું કે 'ઈન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે હતું.' હવે તેમણે આ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની વાતનું વતેસર કર્યું છે.

image
X
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે ઈન્ડિયા ગઠબંધન ખતમ કરવાના દાવા પર સ્પષ્ટતા આપી છે. તેજસ્વીએ કહ્યું કે લોકોએ તેમની વાતનું વતેસર કર્યું છે. તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે તેમને દિલ્હીના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, દિલ્હી ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન દેખાતું નથી. આ અંગે તેમણે પંજાબ, પશ્ચિમ બંગાળ અને કેરળનું ઉદાહરણ આપતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીઓ અલગ થઈને જ ચૂંટણી લડી રહી છે.

ઈન્ડિયા ગઠબંધન માત્ર રાષ્ટ્રીય સ્તરે જ રચાયું: તેજસ્વી યાદવ
શુક્રવારે મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે સ્પષ્ટતા કરી હતી કે ઈન્ડિયા ગઠબંધન માત્ર રાષ્ટ્રીય સ્તરે જ રચાયું છે. બિહારમાં મહાગઠબંધન શરૂઆતથી જ એક થઈ ગયું છે અને ઈન્ડિયા એલાયન્સ યથાવત છે. પંજાબમાં આમ આદમી પાર્ટી અલગથી ચૂંટણી લડી હતી. ટીએમસી પશ્ચિમ બંગાળમાં અલગથી ચૂંટણી લડી હતી અને કેરળમાં ડાબેરીઓએ અલગથી ચૂંટણી લડી હતી. તેનો અર્થ એ કે તે માત્ર રાષ્ટ્રીય સ્તરે છે.

બે દિવસ પહેલા જ તેજસ્વી યાદવ દ્વારા ઈન્ડિયા ગઠબંધનને લઈને આપવામાં આવેલા નિવેદનથી રાજકીય ગરમાવો થયો છે. બુધવારે મીડિયાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ રચાયું હતું. તેનો ઉદ્દેશ્ય નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી હટાવવાનો હતો. તેમના નિવેદનના અલગ અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. 

તેજસ્વીના દાવાના આધારે એનડીએના નેતાઓએ વિપક્ષી એકતા પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ વિપક્ષી ગઠબંધનમાં પણ ખળભળાટ મચી ગયો છે. બિહાર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદે તેજસ્વી યાદવને થોડા ઈશારામાં આંખ બતાવતા કહ્યું હતું કે અમને (કોંગ્રેસ)ને હળવાશથી ન લેવા જોઈએ. જો કોઈ અમને હળવાશથી લેશે તો અમે પણ તેમને વધુ હળવાશથી લઈએ છીએ.

તેજસ્વીએ દિલ્હીની વિધાનસભા ચૂંટણી વિશે વાત કરી હતી: અખિલેશ પ્રસાદ
જો કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે તેજસ્વી યાદવનો બચાવ કર્યો છે. તેમણે શુક્રવારે કહ્યું કે તેજસ્વીએ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વિશે વાત કરી, જ્યાં અમે લોકસભા ચૂંટણી એકસાથે લડ્યા હતા, પરંતુ હવે અલગથી લડી રહ્યા છીએ. આ અસામાન્ય નથી. જ્યારે કોંગ્રેસ અને AAP પંજાબમાં અલગ-અલગ લોકસભા ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા ગઠબંધન હતું.

Recent Posts

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

સૈફ અલી ખાન પર હુમલા અંગે ડેપ્યુટી CM શિંદેનું નિવેદન, જાણો શું કહ્યું

31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર , નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ કરશે રજૂ

karnataka: CM સિદ્ધારમૈયાની પત્નીના નામે ફાળવવામાં આવેલી સંપત્તિ જપ્ત, MUDA કેસમાં ED દ્વારા મોટી કાર્યવાહી

સૈફ અલી ખાને હોશમાં આવતા જ પૂછ્યા હતા આ બે સવાલો, જાણો વિગત

ડિજિટલ વિકાસ માટે 125 દેશમાં ભારત 8મા ક્રમાંકે

સૈફ અલી ખાન હુમલા કેસમાં છે અંડરવર્લ્ડ કનેશન ? જાણો શું કહ્યું મુંબઈના ગૃહ રાજ્ય મંત્રીએ

Delhi Election 2025: બીજેપી દિલ્હીમાં મહિલાઓને દર મહિને આપશે 2500 રૂપિયા, ફ્રી સિલિન્ડર સહિત આપ્યા અનેક મોટા વચનો

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસનું મોટું નિવેદન, જાણો શું કહ્યું