અનેક પોલીસ સ્ટેશનનો વહીવટ અને દારૂનું કટિંગ કરાવનારાઓની જિલ્લા બહાર બદલી થતા પીઆઈની વ્યવસ્થા ખોરવાઈ, ગ્રામ્યનાં વહીવટદારોમાં ફફડાટ

રાજ્યનાં પોલીસ વડાએ અમદાવાદમા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને ક્રાઈમની સ્થિતીની સમીક્ષા કરી હતી. જેનાં ગણતરીનાં કલાકોમાં ગાંધીનગરથી અમદાવાદનાં અનેક પોલીસ સ્ટેશનનાં વહીવટદારોની બદલી જિલ્લા બહાર કરવામાં આવી હતી. તાપી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ ભુજ, જામનગર, બોટાદ, નર્મદા, દ્વારકા, મહીસાગર અને ગાંધીધામ જિલ્લામાં કુલ 13 પોલીસ કર્મીની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી હતી. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI ની બદલીઓ કરવામાં આવી હતી પરંતુ અમુક પોલીસકર્મીઓની બદલી કરવા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/  શહેરમાં છેલ્લાં 15 દિવસમાં ગુનાખોરીનો ગ્રાફ વધતા રાજ્યનાં પોલીસવડાને અમદાવાદમાં બેઠક કરી રિપોર્ટ લેવાની ફરજ પડી હતી. જે બાદ તરત જ પોલીસે ગુનેગારોમાં ડર લાવવા મોડી રાત સુધી કોમ્બિંગ કરવાનું શરૂ કર્યું છે. પરંતુ ગુનાખોરી વધવા પાછળનું કારણ સ્થાનિક પોલીસની બુટલેગરો પર રહેમનજર અને વહીવટદારોના દબાણ હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે. 