લોડ થઈ રહ્યું છે...

અમદાવાદ શહેર પોલીસે સેન્ટ્રલ એજન્સીઓને પણ આપી માત, વિદેશથી ભારતમાં થતી હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી ઝડપી

એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ચાર આરોપીઓ વિયેતનામથી હાઇબ્રીડ ગાંજો લઈ આવ્યા હતા. જે ચારેય આરોપી જૂનાગઢનાં રહેવાસી છે. સરફરાજ વડગામા મુસ્લિમ, શોયેબ બિચારા મુસ્લિમ, અકીલ કોલાદ અને નદીમ અમરેલીયા મુસ્લિમ વિયેતનામથી 7.05 કિલો હાઇબ્રીડ ગાંજો લઈને આવ્યા હતા. ચારેય આરોપીને સરખેજના મોહમ્મદ ફરહાન શેખ દ્વારા વિયેતનામ મોકલવામાં આવ્યા હતા.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ સામાન્ય રીતે કોઈપણ પ્રતિબંધિત વસ્તુ કે ગેરકાયદેસર ચીજ વસ્તુઓને અન્ય દેશમાંથી ભારતમાં પ્રવેશતી અટકાવવા માટે સેન્ટ્રલ એજન્સીઓ જેવીકે કસ્ટમ, ઈમિગ્રેશન, DRI કામ કરતી હોય છે. આ એજન્સીઓ દ્વારા અનેક વખત વિદેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવતા ગોલ્ડને પકડવામાં આવ્યું છે, તેવામાં એક ચોંકાવનારી અને ઉડીને આંખે વળગે તેવી બાબત સામે આવે છે. વિયેતનામમાંથી કરોડો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર હાઇબ્રીડ ગાંજો ભારતમાં લાવવામાં આવતો હતો અને આ તમામ એજન્સીઓ અંધારામાં રહી ગઈ અને અમદાવાદ પોલીસે સમગ્ર રેકેટ પકડી પાડ્યું છે. 

અમદાવાદના એરપોર્ટ પોલીસને મળેલી માહિતીના આધારે 28 ઓક્ટોબર 2024 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 અરાઇવલ ગેટની બહારથી એરપોર્ટ પોલીસે સરફરાજ વડગામા, શોએબ બિચારા, અપીલ મોવાણા, નદીમ અમરેલીયા, ફરહાન શેખ, સહેજ મિયાણા અને મનીષા ખરાડીની ધરપકડ કરી હતી. જેઓની તપાસ કરતાં તેઓની પાસેથી ગેરકાયદેસર રીતે હાઇબ્રીડ ગાંજાનો જથ્થો 7.05 કિલો મળી આવ્યો હતો. અંદાજે 2.10 કરોડની કિંમતના હાઇબ્રીડ ગાંજા સાથે આરોપીઓને પકડીને પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 
એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ચાર આરોપીઓ વિયેતનામથી હાઇબ્રીડ ગાંજો લઈ આવ્યા હતા. જે ચારેય આરોપી જૂનાગઢનાં રહેવાસી છે. સરફરાજ વડગામા મુસ્લિમ, શોયેબ બિચારા મુસ્લિમ, અકીલ કોલાદ અને નદીમ અમરેલીયા મુસ્લિમ વિયેતનામથી 7.05 કિલો હાઇબ્રીડ ગાંજો લઈને આવ્યા હતા. ચારેય આરોપીને સરખેજના મોહમ્મદ ફરહાન શેખ દ્વારા વિયેતનામ મોકલવામાં આવ્યા હતા. આરોપીઓને એક ટ્રીપનાં 10 હજાર આપી અને ફરવા માટેની ઓફર આપી હતી. વિયેતનામ એરપોર્ટ પરથી એક બેગ લઈને અમદાવાદ એરપોર્ટ લાવવાના 10 હજાર નક્કી કર્યા હતા.