Loksabha Election 2024: ટનાટન કોંગ્રેસમાં કકળાટ ! રાજકોટ કોંગ્રેસ કાર્યાલયમાં મળેલી બેઠકમાં થઈ બબાલ

એક તરફ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે આજે રાજકોટમાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ખૂલીને સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ કાર્યાલયે યોજાયેલી બેઠકમાંથી વિપક્ષી નેતાનાં પતિ પ્રવિણ સોરાણી સહિત 15 લોકોએ વોકઆઉટ કર્યું હતું. તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

image
X
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પક્ષોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસમાં પણ કકળાટ સામે આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા ભજકોટ બેઠક પર કોંગ્રેસ અને ભાજપમાં ચિંતા વધી છે.     

એક તરફ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે આજે  રાજકોટમાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ખૂલીને સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ કાર્યાલયે યોજાયેલી બેઠકમાંથી વિપક્ષી નેતાનાં પતિ પ્રવિણ સોરાણી સહિત 15 લોકોએ વોકઆઉટ કર્યું હતું. તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં તેમજ નવા શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી થતાં જ એક્સન મોડમાં આવી છે. આજે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કાર્યાલય ખાતે સવારે 10 કલાકે બેઠક બોલાવી હતી.જેમાં શહેર પ્રમુખ સહિતના અનેક કાર્યકરો પહોંચી ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસ આગેવાન પ્રવિણ સોરાણીએ પ્રમુખને પ્રશ્ન પૂછ્યો હતો કે, ચૂંટણી સબંધિત અગત્યની મિટિંગ હોવા છતાં કોર કમિટીના સભ્યો કેમ ગેરહાજર છે? આવી જ રીતે મહિલા કમિટીના પણ મુખ્ય સભ્ય હાજર નથી. શું તે લોકોને આમંત્રણ નથી આપવામાં આવ્યું?

ઇન્દ્રનીલ પર લગાવ્યા ગંભીર આરોપ 
જેના જવાબમાં શહેર પ્રમુખના બદલે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જવાબ આપતા જણાવ્યું કે, આ કોંગ્રેસ છે અને આ રીતે જ ચાલશે. જો ઈચ્છા હોય તો આવો. જેના જવાબથી અકળાઈ ઉઠેલા પ્રવિણ સોરાણીએ નારાજગી સાથે જણાવ્યું કે, અમારે દાડિયા  નથી બનવું. એમ કહીને ચાલતી પકડતા તેમની સાથે અનેક કાર્યકરોએ મિટિંગનો બહિષ્કાર કર્યો હતો. સાથે જ ઈન્દ્રનીલ રાજગુરુ મનમાની ચલાવતા હોવાનો અને શહેર પ્રમુખ પણ તેમના કહ્યામાં હોવાનો આરોપ લગાવ્યો હતો. 


જાણો શું કહ્યું પ્રવિણ સોરાણીએ
પ્રવિણ સોરાણીએ જણાવ્યું કે, અમે પ્રદેશ કોંગ્રેસમાં ફરિયાદ કરીશું કે, પૈસાના જોરે ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટી પર કબજો કરવા માંગે છે. ઈન્દ્રનીલ પોતાની મનમાની ચલાવ્યા રાખે છે. જ્યારે અમે કોંગ્રેસની ગાઈડલાઈન મુજબ ચાલનારા લોકો છીએ અને કોંગ્રેસની સાથે છીએ, પરંતુ ઈન્દ્રનીલભાઈ સાથે નથી. ઈન્દ્રનીલ રાજ્યગુરુ ઈચ્છે છે કે, માથાકૂટ થાય તો બધા ભાજપમાં જતા રહે અને તેમને મોકળું મેદાન મળી જાય.

Recent Posts

Loksabha Election 2024 : રાજકોટ રતનપર ગામમાં ક્ષત્રિયોનું મહાસંમેલન

Vadodara : પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી

Loksabha Election 2024 : શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તાએ આપ્યું નિવેદન

Loksabha Election 2024: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર લડશે ચૂંટણી

Ahmedabad : આગાહી વચ્ચે રાજ્યમાં વાતવરણમાં પલટો જોવા મળ્યો

Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન

Loksabha Election 2024: વલસાડ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

ચાર દિવસ સુધી અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના VIP દર્શન નહીં થાય, તમામ ઓનલાઈન અને ઓફલાઈન પાસ રદ્દ

ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ફસાયો કેવિન પીટરસન ! આ રીતે પહોંચ્યો મુંબઈ

આજનું રાશિફળ/ 15 એપ્રિલ 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય