લોડ થઈ રહ્યું છે...

PM કિસાન સન્માન નિધિના 21મા હપ્તાની આવી ગઈ તારીખ, આ દિવસે થશે જમા, જાણો વિગત

image
X
ગુજરાત સહિત સમગ્ર દેશના કરોડો ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 21મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ વખતે 19 નવેમ્બરે દેશભરના પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો સીધો ટ્રાન્સફર કરવામાં આવશે.

19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થશે 2 હજાર રુપિયા
આ યોજના હેઠળ, ખેડૂતોને વાર્ષિક રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં (પ્રત્યેક હપ્તો રૂ. ૨,૦૦૦નો) સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે. આ વખતે જમા થનારો 21મો હપ્તો પણ રૂ. ૨,૦૦૦ નો હશે, જે ખેડૂતોને ખેતી અને અન્ય ખર્ચાઓ માટે આર્થિક પીઠબળ પૂરું પાડશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. 19 નવેમ્બરની તારીખ જાહેર થતાં જ ગુજરાત સહિત દેશભરના કરોડો ખેડૂતોમાં આનંદ અને રાહતની લાગણી ફેલાઈ ગઈ છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે આ રકમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ખેડૂતોએ e-KYC કરાવવું ફરજિયા
યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતા અને e- KYC ની સ્થિતિ ચકાસી લેવી જરૂરી છે, જેથી હપ્તો જમા થવામાં કોઈ મુશ્કેલી ન આવે. કેન્દ્ર સરકાર સતત આ યોજના દ્વારા ખેડૂતોની આવક વધારવા અને તેમના જીવનધોરણને સુધારવા માટે પ્રતિબદ્ધ છે. 19 નવેમ્બરના રોજ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં આ નાણાં જમા થવાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે.