Gujarat By Election: કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીનો મહાજંગ!
ગુજરાતમાં ખાલી પડેલી કડી-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે. કડી અને વિસાવદર બેઠકો પર આગામી 19મી જૂનના રોજ મતદાન થશે. કડી અને વિસાવદર બેઠકો પર કુલ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી બંને બેઠકો પર કૂલ 24 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો ચૂંટણી લડશે.
કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો ઉતર્યા મેદાનમાં
કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 18 ફોર્મ ભરાયા જેમાંથી 10 દાવેદારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેથી હવે ભાજપ, કોંગ્રેસ અને AAP સહિત 8 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. તો બીજી તરફ વિસાવદરની પેટા ચૂંટણીમાં જોરદાર નિવેદનબાજી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. આ બેઠક પર કૂલ 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા, જેમાંથી 3 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે કૂલ 16 ઉમેદવારો વચ્ચે હવે ચૂંટણીનો જંગ જામશે.
ભાજપે 40 સ્ટાર પ્રચારકો ઉતાર્યા મેદાનમાં
ભાજપે બંને બેઠકો બહુમતીથી જીતવા માટે દિગ્ગજ નેતાઓની ચૂંટણીના પ્રચંડ પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધી છે. ભાજપે 40 સ્ટાર પ્રચારકો બંને બેઠકો પર પ્રંચડ પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ વિસાવદરમાં ચૂંટણી માહોલ વચ્ચે રાજકીય ગરમાળો જોવા મળી રહ્યો છે. ભાજપ અને AAPના ઉમેદવાર વચ્ચે ભારે નિવેદનબાજી અને આક્ષેપ પ્રત્યાક્ષેપોનો જંગ ચાલી રહ્યો છે. ભાજપે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બંને બેઠકોના ગામડાઓમાં ખાટલા બેઠકો અને જોરશોરથી વિકાસલક્ષી ગાથાઓ ગાવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસ હજી રાજકીય ગરમાવા વચ્ચે આ ચૂંટણી પ્રચારમાં નજરે ચડી નથી.
ગુજરાતના તમામ જિલ્લા-શહેરને મળી શકે છે નવા કોંગ્રેસના પ્રમુખો
ગુજરાતના તમામ જિલ્લા-શહેરને નવા કોંગ્રેસના પ્રમુખો મળી શકે છે. એક-બે દિવસમાં દિલ્હીથી જાહેરાત થઇ શકે છે. રાહુલ ગાંધીએ પસંદગીનું અભિયાન શરુ કરાવ્યું હતું. દરેક જિલ્લા અને શહેરમાં નિરીક્ષકો ગયા હતા અને નિરીક્ષકોએ આપેલા આખરી રીપોર્ટને અંતિમ ઓપ અપાયો છે. હવે ગમે ત્યારે દરેક જિલ્લા અને શહેરોને નવા કોંગ્રેસ પ્રમુખો મળશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats