સગી બહેનને પસંદ ન કરી પિતરાઈ બહેન સાથે લગ્ન કરનાર યુવક સાથે બદલો લેવા ફોટોગ્રાફર બન્યો ગુનેગાર, લગ્નના ફોટો એડિટ કરી કર્યું આ કાંડ

આરોપી આકાશ ચુનારાની બહેનની સગાઈની વાત જે યુવક એટલે કે આ કિસ્સામાં ફરિયાદી સાથે હતી, તેને આરોપીની કાકાની દિકરી ગમી જતા તેની સાથે સગાઈ અને લગ્ન કરી લીધા. જે વાતનુ આરોપી આકાશને લાગી આવ્યું હતું અને બદલો લેવાની ફિરાકમાં હતો. આકાશ પોતે ફોટોગ્રાફર હોય તેણે ફરિયાદીના લગ્ન તેની કૌટુંબિક બહેન સાથે જ થયા હોવાથી ફોટોગ્રાફિનો ઓર્ડર લઈ ફોટો પાડ્યા હતા.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક યુવકે પોતાની સગી બહેન સાથે સગાઈ ન કરનાર યુવકને પાઠ ભણાવવા ગુનાહિત કૃત્ય કર્યું હોવાની ઘટના બની છે. પોતાની બહેનની સાથે સગાઈ ન કરીને એક યુવકે આરોપીની કાકાની દિકરી સાથે સગાઈ કરી હતી. જે  બાબતની અદાવત રાખીને આકાશ ચુનારા નામનાં યુવકે તે યુવકના પરિવારજનોના ફોટો મેળવી તેને વાંધાજનક રીતે એડિટ કરી વાયરલ કર્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી આકાશ ચુનારાની ધરપકડ કરી છે. 

આરોપી આકાશ ચુનારાની બહેનની સગાઈની વાત જે યુવક એટલે કે આ કિસ્સામાં ફરિયાદી સાથે હતી, તેને આરોપીની કાકાની દિકરી ગમી જતા તેની સાથે સગાઈ અને લગ્ન કરી લીધા. જે વાતનુ આરોપી આકાશને લાગી આવ્યું હતું અને બદલો લેવાની ફિરાકમાં હતો. આકાશ પોતે ફોટોગ્રાફર હોય તેણે ફરિયાદીના લગ્ન તેની કૌટુંબિક બહેન સાથે જ થયા હોવાથી ફોટોગ્રાફિનો ઓર્ડર લઈ ફોટો પાડ્યા હતા. જે બાદ ફરિયાદીની પત્ની અને તેના પરિવારજનોના ફોટા વાંધાજનક રીતે એડિટ કર્યા અને અલગ અલગ ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી વાયરલ કર્યા હતા.
ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતા અંતે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ કેટલા ફોટો મોર્ફ કર્યા અને કઈ કઈ આઈડીથી વાયરલ કર્યા તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીએ જે ફોટો વાયરલ કર્યા હતા તેમાં તેની પિતરાઈ બહેન પણ હોય હાલ તો પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે.

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર