ગોપાલ ઇટાલિયાના પ્રમોશન મામલે પોલીસ તંત્રએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે તેમણે નોકરીમાંથી રાજીનામાં બાદ હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા આ મામલે એક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સોસીયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે.

image
X
આજે સવારે ગોપાલ ઇટાલિયાની એક ટ્વિટથી પોલીસ તંત્રની બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાએ  કહ્યું હતું કે તેમણે નોકરીમાંથી રાજીનામાં બાદ હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા આ મામલે એક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સોસીયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે.  ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે. 

પોલીસે એક પત્ર જાહેર કર્યો છે. તેમ કહ્યું છે કે, અમુક સોસીયલ મીડીયામાં ગોપાલ ઇટાલીયાએ સને 2015 માં નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને સને 2024 માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137  હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે બઢતી આપવામાં આવેલ.અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ. જેથી આ બઢતી આપવા માટે કુલ 887  નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન મુજબ વિગત મંગાવેલ, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો. બઢતી આપવા માટે આ 887 કર્મચારીઓ વિરૂધ્ધમાં કોઇ ખાતાકીય તપાસ/ ફોજદારી/ એસીબી કેસ ચાલુ છે કે કેમ? તેની માહિતી 48  કલાકમાં મોકલી આપવા તા.2/8/2024 ના રોજની યાદીથી જણાવવામાં આવેલ. આ નામોમાં તા.11/01/2012  સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોઇ અને ગોપાલ ઇટાલીયા સને 2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઇ, તે યાદીમાં તેમનું નામ છે. પરંતુ તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે  ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોસીયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે.  ગોપાલ ઇટાલીયાએ પોસ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે. 

જાણો શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ 
ગોપાલ ઇટાલિયાએ આ મામલે આપ્યું નિવેદન આપ્યું છે. તેમેને કહ્યું છે કે,  ભાજપે મને જે પ્રમોશન આપ્યું તે બદલ આભાર. 10 વર્ષ પહેલા રાજીનામું આપ્યા છતાં હજુ સુધી નામ હટ્યું નથી. બેદરકારી, ગેરવહીવટનો, નિષકાળજીનો ઉત્તમ દાખલો છે. જે માણસ રાજીનામું આપે છે તેનું નામ કેવી રીતે કાગળ પર આવ્યું?  મારાં નામની જગ્યા પર કોઇ મગન છગનનું નામ આવી જાય અને એ વ્યક્તિ હાજર થઈ જાય તો? કેટલી મોટી બેદરકારી હોય શકે છે. એક બાજુ નકલી અધિકારીઓ પકડાય છે એનો હજુ મેલ નથી પડતો ઉપરથી આવી લાલિયા વાડી ? 

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર