પુત્રવધુની હત્યા કરી આકસ્મિક મોતમાં ખપાવનાર સાસુને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જાણો શું હતો મામલો

ગત 28 ઓક્ટોબર 2023 ના રોજ કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહામાં મીત્તલબેન કીશનભાઇ ડાભી નામની 22 વર્ષીય પરિણીતાનુ મોત થયું હતું. યુવતીને સાસરીમાં તેના ઘરે પાણીની કુંડી પાસે ઇલેકટ્રીક શોર્ટ લાગતા પાણીની કુંડીમાં પડી જવાથી માંથાના ભાગે ઇજા થવાથી મોત થયું હતું. યુવતીનાં લગ્નગાળો છ માસ અને ઉમર વર્ષ 22 વર્ષની હોઇ જેથી તપાસ DYSP સાણંદ નિલમ ગોસ્વામી પાસે હતી.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ કાયદો બધા માટે સરખો છે અને કાયદાથી ઉપર કોઈ નથી તે ફરી એક વાર સાબીત થયું છે. અમદાવાદ ગ્રામ્યનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાનાં ગુનામાં સેશન્સ કોર્ટે આરોપી મહિલાને આજીવન કેદની સજા ફટકારી છે. 

ગત 28 ઓક્ટોબર 2023 ના રોજ કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહામાં મીત્તલબેન કીશનભાઇ ડાભી નામની 22 વર્ષીય પરિણીતાનુ મોત થયું હતું. યુવતીને સાસરીમાં તેના ઘરે પાણીની કુંડી પાસે ઇલેકટ્રીક શોર્ટ લાગતા પાણીની કુંડીમાં પડી જવાથી માંથાના ભાગે ઇજા થવાથી મોત થયું હતું. યુવતીનાં લગ્નગાળો છ માસ અને ઉમર વર્ષ 22 વર્ષની હોઇ જેથી તપાસ DYSP સાણંદ નિલમ ગોસ્વામી પાસે હતી.

હત્યાને આકસ્મિક મોત ખપાવવામાં આવ્યું 
જે બાદ 31 ઓક્ટોબર 2023 ના રોજ યુવતીનાં  પિતાએ પોતાની દીકરીનુ તેની જ સાસુએ ખુન કરેલ હોવાની ફરીયાદ આપી હતી. જેમાં 28 ઓક્ટોબર 2023નાં રોજ  બપોરનાં 12 થી અઢી વાગેનાં અરસામાં  કુહા ગામની સીમ ખાતે આ કામના આરોપીબેન વિણાબેન રાજેશભાઇ ફુલાજી ડાભીએ ગુનાને અંજામ આપ્યો હતો. પોતાનાં દિકરા કિશનની વહુ મીત્તલબેનને કંઇ કરીયાવર આપેલ ના હોવાથી અને કીશનભાઇના પ્રથમ લગ્ન થયેલા જેમાં તેની સાસરીમાંથી સોનાની ત્રણ લગડીઓ સારૂ કરીયાવર આપેલ હોવાથી જે પાછુ આપવું ના પડે તેમજ તેની પ્રથમ સાસરીમાં આવેલ સાત વીઘા જમીન દિકરાને મળે તેવી લાલચ રાખી પ્રથમ પત્ની પાછી લાવવાના ઇરાદે છુટા છેડા આપેલ નહીં જેથી મરણ જનાર મીત્તલબેન સાથે છેલ્લા છ માસથી કરીયાવર બાબતે ઝગડાઓ કરી શારીરીક માનસીક ત્રાસ આપી તેમજ જમવાનું નહીં બનાવવા બાબતે ઝગડો કરી મરણ જનાર મીત્તલબેનને માંથાના પાછળના ભાગે છુટી ઇંટ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ ઇલેકટ્રીક મોટર પાણીની કુંડીમાં નાંખી મોટર ચાલુ કરી મોત નીપજાવી હતી.


જે મામલે પોલીસે પુરાવાઓનાં આધારે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. જેની તપાસ સમય મર્યાદામાં પુર્ણ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ, જે કેસ સેસન્સ કોર્ટમાં કમીટ થતા, નામદાર સેસન્સ કોર્ટે ફરીયાદી, તપાસ કરનાર અધિકારી, પંચો, સાહેદો અને ફોરેન્સીક પુરાવાને તપાસેલ સદર કેસમાં નજરે જોનાર કોઇ સાક્ષી ન હોય કેસ સાંયોગીક પુરાવા આધારે હોય તપાસમાં સાંયોગીક પુરાવા આરોપીને તક્સીરવાર ઠેરવવા પુરતા હોય જેથી આ ગુન્હામાં આરોપીબેનને ખુનના ગુન્હામાં આજીવન કેદની સજા ફટકારી છે.

Recent Posts

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

સુરત પોલિસે 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલાન, લોકોએ કામગીરીને બિરદાવી

Ahmedabad: કમલેશ શાહને ત્યાં પડેલા IT દરોડાની તપાસ અન્ય રાજ્યો સુધી પહોંચી, ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

Ahmedabad: અમરનાથ કો-ઓપરેટીવ બેંકના મેનેજરે લોકોના પૈસા કર્યા પોતાના ખાતામાં જમાં, કરોડોના કોભાંડની EOW માં નોંધાઈ ફરિયાદ

SOG એ બંગલાદેશી નાગરિકની કરી ધરપકડ, બોગસ દસ્તાવેજ બનાવી કરતો હતો આ કામ

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ને સિનેરસીકોએ વખાણી

કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીની મુશ્કેલીમાં થયો વધારો, જામનગરમાં થયેલી FIR રદ્દ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

લાડવેલ ચોકડી પાસે હાઇવે પર નીલ ગાય આવી જતાં અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે મોત

આ યુવકોને રેસિંગ કરવી ભારે પડી, રાજકોટ પોલીસે બાતમીના આધારે 24 લોકોની ઝડપ્યા