અમેરિકાનું સુકાન સંભાળતાની સાથે જ ટ્રંપના આક્રમક નિર્ણયોથી વિશ્વ સ્તબ્ધ !

બીજી વખત વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તાનું સુકાન સંભાળતા જ ડોનાલ્ડ ટ્રંપે આક્રમકતાથી નિર્ણય લેવાના શરુ કરી દીધા છે. જેની અસર હેઠળ સમગ્ર વિશ્વ આવી રહ્યું છે. બીનવારસી પ્રવાસીઓને અમેરિકામાં સ્થાયી થતા રોકવા માટે જન્મના આધારે મળતી નાગરીકતાના કાયદાને જ ડોનાલ્ડ ટ્રંપે ખતમ કરી નાંખ્યો.

image
X
બંસી રાજપૂત/અત્યાર સુધી અમેરિકાના કાયદા મુજબ અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ બાળકને સીધી જ અમેરિકાની નાગરીકતા અને તેના હકોનો લાભ મળતો હતો. પરંતુ હવે આવું શક્ય નહીં બની શકે. જેની સીધી અસર ભારત પર પણ પડશે. દર વર્ષે હજારો ભારતીય નાગરીકો અમેરિકામાં સ્થાયી થવાના સપના સેવતા હોય છે. ઘણા વિદેશી નાગરીકોના સપના આ નિર્ણયથી રોળાઈ શકે છે. મેક્સિકો કેનેડા જેવા અમેરિકાના પડોશી દેશોમાં પણ આ કાયદાની મોટી અસર જોવા મળશે.

અમેરિકામાં કાયદા અનુસાર 1968થી  આ નિયમ લાગૂ હતો જેના 14 માં અમેરિકી સંવિધાન અનુસાર સમાન નાગરિકતા માટે વિદેશી નાગરીકોને નાગરીકતા માટે આ નિયમ લાગુ કરાયો હતો. જો કે પ્રવાસીઓની ગેરકાયદે ઘુંસપેઠને કારણે અને સુરક્ષા મુદ્દાને કારણે આ ધરખમ ફેરફાર કરવામાં આવ્યોછે.નવા કાયદા અનુસાર બાળકના વાલીમાંથી કોઈ એકનું અમેરિકન નાગરીક હોવું ફરજીયાત કરી દેવાયું છે. સાથે જ કોઈ એક પાસે ગ્રીન કાર્ડ અથવા અમેરિકન સેનામાં હોવું અનિવાર્ય છે.  પ્રવાસી નાગરીકો પોતે અમેરિકાની નાગરીકતા મેળવવાના ઈરાદાથી  બાળકોને  અમેરિકામાં જન્મ  આપવાનું પ્રમાણ ખુબ વધી જતા આ નિર્ણય લેવામાંઆવ્યો છે. 

ટ્રંપની પહેલી ઈનિંગમાં પણ આ મુદ્દો ચર્ચીત રહ્યો હતો અને વિશ્વભરમાંથી મીશ્ર પ્રતિસાદ મળ્યા હતા. જ્યારે આ વખતે સત્તાનું સુકાન સંભાળતાના ગણતરીના કલાકોમાં જ જન્મજાત નાગરીકતા અધિકારના કાયદા પર આદેશની સાથે હસ્તાક્ષર કરી સત્તાની મહોર પણ મારી દેવાય છે. સાથે નવા આદેશ મુજબ નાગરીકતા માટેની કાયદાકીય જોગવાઈ વધુ જટીલ અને ગુંચવણભરી કરી દેવાઈ છે. જેને ફુલફીલ કરવી તમામ માટે વધુ મુશ્કેલ બની રહેશે. સાથે ટ્ંપે કહ્યું કે શપથ ગ્રહણના દિવસથી આગામી 30 દિવસ એટલે કે 1 મહિના બાદ અમેરિકામાં જન્મેલા બાળકો પર આ આદેશ લાગૂ થશે. H-1B અને ગ્રીનકાર્ડ મેળવવાની કતારમાં ઉભેલા અનેક ભારતીયો પર આ કાયદાની અસર થશે. જો કે અમેરિકાની કોર્ટમાં આ કાયદાને પડકારની તૈયારીઓ પણ ચાલી રહી છે.  

છેલ્લા આંકડા અનુશાર પાછલા વર્ષોમાં લગભગ 50 હજાર ભારતીયોએ અમેરિકન નાગરીકતા મેળવી છે. અમેરિકામાં ભારતીયોની સંખ્યા વધી છે. ત્યાં રહેતા ભારતીયોમાં લગભગ 48 લાખથી વધારે ભારતીય-અમેરિકી સમુદાયના ઘણા બાળકોને આ ધારા હેઠળ નાગરીકતા પણ મળીછે. જો કે હવે આ શક્ય નહીં બને. આ ઉપરાંત અસ્થાયિ વિઝા માટે રહેલા પ્રવાસીઓની સામે પણ નવી ચુનોતીઓ છે. તો 21 વર્ષની ઉંમર બાદ વાલી અને સંબંધીઓને બોલાવવાની સહુલીયતોમાં પણ થશે ઘરખમ ફેરફાર . 

આ ઉપરાંત
WHOથી અમેરિકા થયું દુર 
ટિકટોક બેન કરવાના નિર્ણય સ્થગીત 
6 જાન્યુઆરીના હુલ્લડો માટે માંગી  માફી 
પેરિસ કલાઈમેટ સંધીમાંથી અમેરિકા બહાર 
દક્ષીણી સીમાએ રાષ્ટ્રીય ઈમરજન્સી 
સરકારી ભરતીઓ બંધ 
સરકારી ખર્ચ ધટાડવા નવા વિભાગની રચના જેવા ઘણા મુદ્દાઓ પર પ્રથમ દિવસેજ હસ્તાક્ષર કરીને કલમને તોડીને  ફેંકી દીધી હતી . 

વિશ્વની મહાસત્તા એવી અમરિકાનું સુકાન ડોનાલ્ડ ટ્રંપે બીજીવાર સંભાળતાની સાથે જ ટ્રંપે એકબાદ એક નિર્ણયોના ધડાકા કરીને વિરોધીઓને અને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું.

Recent Posts

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા, તો ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

કોઈનો શ્વાસ રૂંધાયો તો કોઈના હાડકા તૂટ્યા, હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ નાસભાગમાં ફસાયેલા લોકોએ જણાવી આપવીતી

રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના પર ભડક્યા બાબા બાગેશ્વર, કહ્યું- 'માફ નહીં, સાફ કરી દેવા જોઈએ'

એશિયા, યુરોપ અને અમેરિકા માટે ટ્રમ્પની ખાસ યોજના શું છે? જયશંકર ઇઝરાયલી વિદેશ મંત્રીને મળ્યા

કેજરીવાલ તો કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાના પક્ષમાં હતા, પરંતુ સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ, સ્થાનિક લોકો બિસ્કિટ અને પાણી વહેંચીને કરી રહ્યા છે સેવા

નાણાંકીય શિસ્તમાં ગુજરાતનો ડંકો, 21 મોટા રાજ્યોને પાછળ છોડી જાહેર દેવામાં ઘટાડામાં પ્રથમ ક્રમે

ગોવાના પૂર્વ ધારાસભ્યની નજીવી બાબતે હત્યા, ઓટો ચાલકે કારને ટક્કર મારીને હુમલો કર્યો

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ