આ બોલિવૂડ સ્ટાર્સ હોળીની નથી કરતાં ઉજવણી, જાણો કારણ
હોળીનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવાય છે. સામાન્ય લોકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી, બધાને આ રંગીન તહેવાર ગમતો હોય છે. પરંતુ કેટલાક ફિલ્મ સ્ટાર્સ એવા છે જેમને હોળી રમવાનું પસંદ નથી. સ્ક્રીન પર ભલે ગ્રાન્ડ હોલી સીન આપતા હોય, પણ રિયલ લાઈફમાં તેઓ રંગોથી સંપૂર્ણપણે દૂર રહે છે. કોઈને સ્કિન કે હેર ડેમેજની ચિંતા હોય છે, તો કોઈને લાગે કે હોલી ટાઈમ અને પાણી વેડફવાનો તહેવાર છે.
હોળીનો તહેવાર રંગો અને ખુશીઓનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ કેટલાક ફિલ્મ સ્ટાર્સને આ તહેવાર પસંદ નથી. આ યાદીમાં પહેલું નામ અર્જુન કપૂરનું છે. તેણે કહ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે તે ખૂબ હોળી રમતો હતો, પરંતુ પછીથી તેને રંગોથી એલર્જી થઈ ગઈ. આ પછી તેણે હોળી રમવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. એલર્જીને કારણે, હવે તે આ તહેવારથી દૂર રહે છે અને તે ભાગ લેતો નથી.
આ યાદીમાં બોલિવૂડના હેન્ડસમ હંક જોન અબ્રાહમનું નામ પણ સામેલ છે. બોલીવુડના ફિટનેસ આઇકોન, જોન અબ્રાહમને હોળી રમવાનું બિલકુલ ગમતું નથી. તેનું માનવું છે કે લોકો આ તહેવાર ખોટી રીતે ઉજવે છે. લોકો બળજબરીથી રંગો લગાવે છે અને પાણીનો બગાડ કરે છે. તેથી તે હોળી રમતો નથી. તેનું કહેવું છે કે આ તહેવાર સ્વચ્છતાની રીતે પણ સારો નથી.
હિન્દી સિનેમાના ટોચના ફિલ્મ નિર્માતાઓમાંના એક કરણ જોહર પણ હોળી ઉજવતો નથી. તેણે કહ્યું હતું કે જ્યારે તે લગભગ 10 વર્ષનો હતો, ત્યારે કોઈએ તેના પર સડેલું ઈંડું ફેંક્યું હતું. આ અનુભવ તેના માટે ખૂબ જ ખરાબ હતો અને ત્યારથી તેણે હોળી રમવાનું બંધ કરી દીધું. કરણ હવે આ તહેવારથી દૂર રહે છે. આ યાદીમાં ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક કરીના કપૂર ખાનનું નામ પણ સામેલ છે. કરીના માટે હોળી એ ફેમિલી ઈવેન્ટ હતી. તેણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યાં સુધી તેના દાદા રાજ કપૂર જીવતા હતા ત્યાં સુધી તે હોળી રમતી હતી. પરંતુ તેમના મૃત્યુ પછી તેણીએ હોળી રમવાનું બંધ કરી દીધું. કરીનાને હોળીના રંગો પસંદ નથી કારણ કે તે તેના વાળ બગાડે છે.
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ડાઇરેક્ટર રાજ કપૂરના ઘરે હોળી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ હતી. દર વર્ષે તેમના ઘરે હોળીનો ગ્રેન્ડ સેલિબ્રેશન થતું હતું, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ ભાગ લેતા હતા. પરંતુ તેમના પૌત્ર અને અભિનેતા રણબીર કપૂરને હોળી રમવાનું બિલકુલ પસંદ નથી. રણબીર હોળી પર રંગોથી દૂર રહે છે અને આ તહેવારની ઉજવણી કરતો નથી. દીપિકા પાદુકોણના પતિ અને દુઆના પિતા રણવીર સિંહને OCD છે, જેના કારણે તેને ગંદકી બિલકુલ પસંદ નથી. આ કારણોસર તે હોળીથી દૂર રહે છે અને તેને હોળી રમવાનું પસંદ નથી. તેનું માનવું છે કે રંગો અને ભીનાશ તેને અનઈઝી ફિલ કરાવે છે. તેથી રણવીર આ તહેવાર ઉજવતો નથી.
પિતા કમલ હાસનની જેમ હિન્દી ફિલ્મોથી લઈને સાઉથની ફિલ્મો સુધી પોતાનું નામ બનાવનાર શ્રુતિ હાસનને પણ હોળી રમવાનું પસંદ નથી. તેના મતે, કોઈના પર બળજબરીથી રંગ નાખવો કે પાણી ફેંકવું યોગ્ય નથી. એટલા માટે તે આ તહેવારથી દૂર રહે છે. તેના માટે કોઈની પર્સનલ ચોઈસનો આદર કરવો વધુ જરૂરી છે. આ વિચારસરણીને કારણે, તેણીએ બાળપણથી હોળી રમી નથી. બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ પણ હોળીથી દૂર રહે છે. તાપસી રંગો અને ભીના એન્વાયરમેન્ટમાં રહેવા માટે ટેવાયેલી નથી. તે આ દિવસે પોતાના કામમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. તેના માતા-પિતા પણ હોળી રમતા નથી. તેના પરિવારમાં હોળી ઉજવવાની કોઈ પરંપરા રહી નથી. તેથી, તે પણ આ તહેવારમાં વધારે રસ લેતી નથી અને હોળીના રંગોથી દૂર રહે છે.
ટાઇગર શ્રોફ પણ હોળી ઉજવવાનું ટાળે છે. તેને આ તહેવાર ખાસ ગમતો નથી અને આ દિવસે તે ઘરે જ રહેવાનું પસંદ કરે છે. પાણીના બગાડને કારણે તે હોળી રમતો નથી, તેના માટે પાણી બચાવવું ખૂબ જરૂરી છે. એટલા માટે આ બોલિવૂડ સ્ટાર હોળી રમતો નથી. આ યાદીમાં અભિનેત્રી કૃતિ સેનનનું નામ પણ સામેલ છે. તે હોળીના રંગોથી દૂર રહે છે. તેનું માનવું છે કે હોળી રમવાથી ત્વચાને નુકસાન થાય છે. એટલા માટે કૃતિ હોળી રમવાનું ટાળે છે. એક સમયે તે હોળી રમતી હતી, પણ હવે તેણીએ રંગોથી દૂરી બનાવી લીધી છે. તે હોળીને અનહાઈજીનિક માને છે, તેથી તે હોળીની ઉજવણી કરતી નથી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats