WhatsAppમાં આવી રહ્યું છે આ અદ્ભુત ફીચર, એન્ડ્રોઈડ યુઝર્સ માટે છે ખાસ
નવા અપડેટ બાદ વોટ્સએપની ગેલેરીનું ઈન્ટરફેસ બદલાયેલ દેખાશે. નવા અપડેટ બાદ કોઈને ફોટો કે વીડિયો મોકલવાનું સરળ થઈ જશે.
મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ એક નવું ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. વોટ્સએપનું આ ફીચર હાલમાં બીટા વર્ઝન માટે રિલીઝ કરવામાં આવ્યું છે. આ જાણકારી WABetaInfo દ્વારા આપવામાં આવી છે, જે વોટ્સએપના ફીચર્સને ટ્રેક કરે છે.
રિપોર્ટ અનુસાર, વોટ્સએપના આ ફીચરનું નામ આલ્બમ પીકર છે, જે એડ થયા બાદ એન્ડ્રોઈડ યુઝર્સને કોઈને પણ ફોટો અને વીડિયો મોકલવામાં સરળતા રહેશે. WhatsAppના આ નવા ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.23.20.20 પર કરવામાં આવી રહ્યું છે. iOS માટે આ ફીચરના આગમન અંગે હાલમાં કોઈ સમાચાર નથી.
જાહેરાત
નવા અપડેટ બાદ વોટ્સએપની ગેલેરીનું ઈન્ટરફેસ બદલાયેલ દેખાશે. નવા અપડેટ બાદ કોઈને ફોટો કે વીડિયો મોકલવાનું સરળ થઈ જશે. આ ફીચર આવ્યા બાદ વોટ્સએપની ફોટો ગેલેરી નાની વિન્ડોમાં દેખાશે.
WhatsAppએ ઓલિમ્પિક ગેમ્સને કર્યું આ કામ
WhatsAppએ હાલમાં જ ભારતીય યુઝર્સ માટે ઓલિમ્પિક ગેમ્સને લઈને એક ખાસ WhatsApp ચેનલ લોન્ચ કરી છે. ઓલિમ્પિકની આ વોટ્સએપ ચેનલ પર ગેમ વિશેની તમામ માહિતી રિયલ ટાઈમમાં ઉપલબ્ધ થશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/