આ ક્રિકેટરને અલ્લુ શિખવશે 'પુષ્પા પુષ્પા'ના ડાન્સ સ્ટેપ, પોતે જ કરી છે પોસ્ટ જુઓ તમે પણ

અલ્લુ અર્જુને IPL ટીમ દિલ્હી કેપિટલ્સના ખેલાડી ડેવિડ વોર્નરને પુષ્પા 2 ના નવા ગીત પુષ્પાના શૂ હૂક સ્ટેપ શીખવવાનું વચન આપ્યું છે.

image
X
પુષ્પા 2 ના નિર્માતાઓએ તાજેતરમાં પુષ્પા પુષ્પા નામનું નવું ગીત રિલીઝ કર્યું છે, જેના હૂક સ્ટેપનો એક વિડિયો સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, પુષ્પા પુષ્પા ગીતમાં શૂ ડ્રોપ સ્ટેપ કરવાની મજા આવી. હેશટેગ્સ #Pushpa2TheRule અને #Pushpa2FirstSingle પણ ઉમેરવામાં આવ્યા હતા.



આ શેર થતાં જ ફેન્સ અને સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરંતુ આ બધી જ કોમેન્ટસ વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરની કોમેન્ટ પણ હતી. અલ્લુ અર્જુનના ફેન મિસ્ટર વોર્નરે LOL કોમેન્ટમાં લખ્યું, "ઓહ ડિયર, આ બહુ સારું છે. હવે મારે પણ થોડું કામ કરવું છે."






આ કોમેન્ટનો જવાબ અલ્લુ અર્જુને પણ આપ્યો તેણે લખ્યું કે, "તે ખૂબ જ સરળ છે. જ્યારે અમે મળીશું ત્યારે હું તમને શીખવીશ." પછી શું થયું કે આ કમેન્ટ આવતા જ ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી અને બંનેને સાથે જોવાની વાત કરી. આ પહેલા ડેવિડ વોર્નરે વર્ષ 2022માં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે અલ્લુ અર્જુનની પુષ્પામાં તેની પુત્રી સાથે બોલાયેલા ડાયલોગને લિપ-સિંક કરતો જોવા મળ્યો હતો. હાલમાં જ ફિલ્મનું ગીત 'પુષ્પા પુષ્પા' રિલીઝ થયું હતું, જેમાં અલ્લુનું એક હૂક સ્ટેપ બતાવવામાં આવ્યું હતું, જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું અને ડેવિડને પણ તે પસંદ આવી રહ્યું છે.



FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Recent Posts

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

RCB vs CSK: શું કોહલીના સ્વપ્ન પર પાણી ફરી વળશે ? જાણો કેવું રહેશે છે બેંગલોરનું વાતાવરણ

આખરે ગુમ થયેલો સોઢી ઘરે પરત ફર્યો, કહ્યું- ક્યાં અને કેવી રીતે વીતાવ્યા 25 દિવસ

MI vs LSG: મુંબઈની હાર સાથે તો લખનૌની જીત IPLની સિઝનનો અંત !

MI vs LSG: 215 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈને વરસાદનું વિધ્ન નડ્યું

MI vs LSG: ઔપચારીક મેચમાં લખનૌની લાજવાબ બેટિંગ; મુંબઈને જીતવા 214 રનનું લક્ષ્ય

MI vs LSG: ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી લખનૌના પાવરપ્લે સુધીમાં 2 વિકેટે 49 રન

IPL 2024માં પોતાની સફર પૂરી થયા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની ઈમોશનલ પોસ્ટ

IPL 2024: પ્લેઓફમાં કોણ રમશે; ધોની કે કોહલી ?

SRH vs GT: જો આજની મેચ કેન્સલ થશે તો ત્રીજી ટીમ પણ પ્લેઓફ માટે નક્કી થશે; આવું બનશે સમીકરણ