ટ્રમ્પના શપથ સમારોહ વચ્ચે આ ટોપિક રહ્યો ટ્રેન્ડિંગ, Google પર ઉષા વેન્સનો ધર્મ સૌથી વધારે સર્ચ થયો
જેડી વેન્સે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા કે, તરત જ તેમની પત્ની ઉષા વેન્સ અમેરિકાની પ્રથમ ભારતીય મૂળની સેકન્ડ લેડી બની ગઈ. ટ્રમ્પની આ જાહેરાત પછી લોકોએ ઉષા વેન્સના ધર્મ વિશે ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. ટ્રમ્પના શપથ બાદ ઉષા વેન્સના ધર્મને લઈને ગૂગલ સર્ચમાં અચાનક વધારો થયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તેમના ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની ભારતીય મૂળની પત્ની ઉષા વેન્સની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે ઉષા વેન્સને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હશે. કારણ કે ઉષા જેડી કરતાં વધુ બુદ્ધિશાળી છે. જેડી વેન્સે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા કે તરત જ તેમની પત્ની ઉષા વેન્સ (39 વર્ષની) અમેરિકાની પ્રથમ ભારતીય મૂળની સેકન્ડ લેડી બની ગઈ. ટ્રમ્પની આ જાહેરાત પછી લોકોએ ઉષા વેન્સના ધર્મ વિશે ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. ટ્રમ્પના શપથ બાદ ઉષા વેન્સને ધર્મને લઈને ગૂગલ સર્ચમાં અચાનક વધારો થયો હતો.
ભારતીય મૂળની ઉષા વેન્સ
સાન ડિએગોમાં જન્મેલી ઉષા 1980ના દાયકામાં અમેરિકા આવેલા ભારતીય ઇમિગ્રન્ટ્સની પુત્રી છે. તેના પિતા IIT મદ્રાસમાંથી સ્નાતક છે, જ્યારે તેની માતા મોલેક્યુલર બાયોલોજીસ્ટ તરીકે કામ કરતી હતી. ઉષા અને જેડી વાન્સની મુલાકાત 2010માં યેલ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી વખતે થઈ હતી. 2013માં સ્નાતક થયા બાદ બંનેએ 2014માં લગ્ન કર્યા હતા. આજે તેને ત્રણ બાળકો છે.
ઉષા વેન્સ અને તેનો ધર્મ
ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ઉષા વેન્સ તેમના પતિ સામે હસતા જોવા મળ્યા હતા. પરંતુ તેની ઉપલબ્ધિઓને બદલે સોશિયલ મીડિયા પર તેના ધર્મ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, જાન્યુઆરી 2025 દરમિયાન “ઉષા વેન્સ ધર્મ” જેવા સર્ચ ટર્મ્સમાં વધારો થયો છે. આ રસ સૌથી વધુ અમેરિકા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, યુકે અને ભારતમાં જોવા મળ્યો હતો.
શું ઉષા વેન્સ ખ્રિસ્તી છે?
જેડી વેન્સ કેથોલિક છે, જ્યારે ઉષા ખ્રિસ્તી ધર્મ પાળતી નથી. જૂન 2024 માં ફોક્સ ન્યૂઝ સાથેના એક ઇન્ટરવ્યુમાં, ઉષાએ ખુલાસો કર્યો કે તે હિન્દુ છે. તેણે કહ્યું, "મારા માતા-પિતા હિંદુ છે, અને તે જ તેમને સારા માતા-પિતા અને મનુષ્ય બનાવે છે. મેં મારા જીવનમાં આ ધર્મની શક્તિ જોઈ છે."
પ્રથમ હિંદુ, સેકન્ડ લેડી
20 જાન્યુઆરી, 2025 ના રોજ, ઉષા ચિલુકુરી વેન્સે અમેરિકાની પ્રથમ હિન્દુ સેકન્ડ લેડી બનીને ઈતિહાસ રચ્યો હતો. જે.ડી. વેન્સે ઑક્ટોબર 2024ના એક ઇન્ટરવ્યુમાં ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેને તેની પત્નીને ચર્ચમાં લઈ જવાનું ખરાબ લાગ્યું હતું. તેણે કહ્યું, "ના, ઉષાએ ધર્મ પરિવર્તન કર્યું નથી, પણ તે મારી સાથે ચર્ચમાં જાય છે." ઉષા વેન્સ, પોતે એક કુશળ વકીલ છે, તે હવે માત્ર તેમના પતિની સફળતાનો એક ભાગ નથી પરંતુ ભારતીય-અમેરિકન સમુદાય માટે પ્રેરણારૂપ પણ છે. તેમના ધર્મ વિશેની ચર્ચા તેમના મજબૂત વ્યક્તિત્વ અને મૂલ્યો તરફ ધ્યાન દોરે છે.