પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના મોત, આરોગ્ય વિભાગ હરકતમાં
પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા છે ત્યારે tv13ની ટીમ શહેરા તાલુકાના ડોકવા ગામે પહોંચી હતી અને પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે કઈ રીતે તે આ ભેદી વાયરસ આઠ વર્ષ અક્ષયને ભરખી જતા પરિવાર સહીત આસપાસમા લોકો મા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચોમાસુ શરૂ થતા જ ગ્રામીણ વિસ્તારોમા આવેલા કાચા તેમજ લિપણ વાળા માટીના મકાનોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ પ્રમાણ મા જોવા મળતો હોય છે તેમજ આવી જગ્યાએ મચ્છર સહીત બીજી અનેક જીવાતો જોવા મળતી હોય છે. ત્યારે ગત વર્ષે આ સમયે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસે જિલ્લામા આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું હતું ત્યારે આ શંકાસ્પદ વાયરસ વધુ ના વકરે તેમજ આ વાયરસના મુખ્ય લક્ષણો તેમજ તે કઇરીતે ફેલાય છે તે માટે પુણેથી નિષ્ણાંતો ની ટીમ આવી અને અસરગ્રત વિસ્તારોમા સર્વ હાથ ધારી પરિવારજનો તેમજ પશુઓ, ઉંદર સહીત ના અલગ અલગ લોહીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને પુના ખાતે આવેલ લેબમાં મોકલવામાં આવ્યા હતા.
ત્યારે હાલ ચોમાસાની શરૂઆત થાત જ જિલ્લા મા ભેદી વાયરસ ના ઝપેટમા હાલોલ, ગોધરા અને શહેરા તાલુકાના ચાર બાળકો આવ્યા હતા જે પૈકી ત્રણ ના મોત નીપજ્યા છે અને હાલ એક બાળકની વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.જોકે ત્રણેય બાળકોના ચાંદીપુરમ અંગે ના રિપોર્ટ નેગીટીવ આવ્યા છે અને ચોથા બાળકનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. પંચમહાલ જિલ્લામા એક સાથે ICMR ની ટિમો સર્વે માટે અસરગ્રત વિસ્તારોમાં ઉપરી છે અને શંકાસ્પદ વાયરસ ની ઝપેટ મા વધુ બાળકો ન આવે તેના માટે આરોગ્ય વિભાગ ને સાથે રાખી સર્વે હાથ ધર્યો છે અને શંકાસ્પદ સ્થળો એથી સેમ્પલો લેવા સહીત ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પરિવાર જનો સાથે ટીવી ૧૩ ની ટીમ દ્વારા વાતચીત કરતા તેઓ ભાવુક થયા હતા, ૮ વર્ષીય અક્ષય નું મૃત્યુ થયું તેના આગલા દિવસે શાળાએથી આવ્યો પરિવાર સાથે સાથે મોજમસ્તી સાથે ભોજન કરીને રાત્રે તેની અચાનક તબિયત લથડી હતીજેને લઈને સવારે તેને શહેરા ખાતે ખસેડાયો હતો જ્યાંથી ગોધરા અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો જ્યાં ટૂંકી માંદગી બાદ અક્ષયનું મોત નીપજ્યું હતું. પરિવાર સદસ્યોના મત અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન કે વધુ તપાસની કોઈ આપવીતી દર્શવાઇ ન હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats