સુરેન્દ્રનગર, ડાંગ અને અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ
હવામાન ખાતાની આગાહીના પગલે આજે ફરીથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થઇ ગયો છે. સુરેન્દ્રનગર, વઢવાણ, ડાંગ અને અંબાજીમાં વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વઢવાણ તાલુકાના રામપરા, ટીંબા, વાઘેલા, માળોદ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે ફરીથી ગાજવીજ સાથે કમોસમી વરસાદનુ આગમન થયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદના આગમનથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતોમાં કમોસમી વરસાદને પગલે ચિંતા જોવા મળી. છે.
રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. વિજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી આંશીક રાહત મળી છે. ડાંગ જિલ્લામાં આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. એકાએક વાદળો ઘેરાયા અને વિજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો છે. સતત વાદળોનાં ભયંકર અવાજ સાથે વરસાદ શરૂ થતા એકરસ થઇને વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં હવામાનની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થયો છે. જેમાં અંબાજીમાં ભારે વરસાદથી હાઇવે પર પાણી ભરાયા છે. તેમજ અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ અંબાજીની એક સોસાયટીમાં પાણી ભરાયા છે.
સુરેન્દ્રનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વિજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં વરસાદ શરૂ થતા અનેક હોડિંગ તથા બેનરો ઉડ્યા છે. તેમજ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તથા ખેડૂતોના પાકને નુકસાનીનો ભય સતાવી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં મીની વાવાઝોડા સાથે માવઠુ થતા બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે.