અમેરિકામાં TikTok ઑફલાઇન થઈ ગયું છે. આ બધું અમેરિકામાં રવિવારથી નવો કાયદો લાગુ થવાના થોડા સમય પહેલા થયો હતો. આ સાથે Apple Hub એ માહિતી આપી કે TikTok એપને અમેરિકન એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. અમેરિકામાં ઘણા યુઝર્સે TikTok ખોલ્યા બાદ ઓફલાઈન મેસેજ જોયો, જેને કેટલાક યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કર્યો.
સ્ક્રીનશોટમાં અંગ્રેજીમાં સોરી લખીને મેસેજ શરૂ થયો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે સોરી TikTok હવેથી ઉપલબ્ધ નહીં થાય. મેસેજમાં એમ પણ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમસ્યાનું સમાધાન શોધવાની દિશામાં કામ કરી રહ્યા છે.
20 જાન્યુઆરીથી સંભાળશે ચાર્જ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક મોટી જાહેરાત કરી છે. તેઓ 20 જાન્યુઆરીએ કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે, ત્યારબાદ તેઓ ટિક-ટોકને પ્રતિબંધમાંથી રાહત આપી શકે છે. Apple Hub એ અહેવાલ આપ્યો છે કે TikTok એપને અમેરિકન એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.
ટિકટોકને રાહત આપવાના મળ્યા હતા સંકેત
NBC ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે તેઓ ચીન સ્થિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકને રાહત આપી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા બાદ ટ્રમ્પ કદાચ અમેરિકામાં ટિક-ટોકને રાહત આપી શકે છે, જે 90 દિવસ સુધીની હોઈ શકે છે.
ટ્રમ્પે કહ્યું- હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે ફોન ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેમણે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. તેઓ ચીન સ્થિત શોર્ટ વીડિયો પ્લેટફોર્મને આપવામાં આવેલી સમય મર્યાદાને 90 દિવસ સુધી લંબાવવાનું વિચારી રહ્યા છે. તેણે કહ્યું કે જો તે અંતિમ નિર્ણય પર પહોંચશે તો તે પોતે સોમવારે તેની જાહેરાત કરશે.