FASTagમાં વારંવાર રીચાર્જ કરાવવાથી મળસે છુટકારો, સરકાર લાવી રહી છે ટોલ ટેક્સમાં નવા નિયમ
ભારત સરકારે પ્રાઈવેટ વાહનોના માલિકોને વાર્ષિક અને આજીવન પાસ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ભારત સરકારે પ્રાઈવેટ વાહનોના માલિકોને વાર્ષિક અને આજીવન પાસ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર વારંવાર મુસાફરી કરતા લોકોને ફાયદો થવાની સંભાવના સાથે, આ પ્રસ્તાવ ટોલને વધુ સસ્તું તો બનાવશેજ પરંતુ ટોલ ગેટ પરથી પસાર થવાની સુવિધામાં પણ વધારો કરી શકે છે, સાથે સાથે રેવન્યુનાં આંકડામાં પણ વધારો કરી શકે છે.
સરકારે નેશનલ હાઈવે અને એક્સપ્રેસવેના અનલિમિટેડ ઉપયોગ માટે 3 હજારની એક વખતની ચુકવણી સાથે વાર્ષિક ટોલ પાસનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉપરાંત, આ પ્રસ્તાવમાં 30 હજારની એક વખતની ચુકવણી સાથે આજીવન ટોલ પાસ એટલે 15 વર્ષ માટે રજૂ કરવાનો પણ સમાવેશ થાશે. ભારત સરકારનો હેતુ ટોલ કલેકશનને સરળ બનાવવા અને દેશભરના ટોલ બૂથ પર ભીડ ઘટાડવાનો છે. નવા વાર્ષિક અને આજીવન ટોલ પાસ જેની કિંમત અનુક્રમે 3 હજાર અને 30 હજાર છે, તેને નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે ઍક્સેસ માટે હાલની FASTag સિસ્ટમ સાથે જોડાણ કરવામાં આવે તેવી શક્યતા છે.
ગયા મહિને, કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “ટોલ વસુલતામાં માત્ર 26 ટકા હિસ્સો પ્રાયવેટ વાહનોથી આવે છે. ટોલ આવકનો 74 ટકા હિસ્સો કૉમર્શિઅલ વાહનોમાંથી આવે છે. અમે પ્રાઈવેટ વાહનો માટે માસિક અથવા વાર્ષિક પાસ રજૂ કરવાનું વિચારી રહ્યા છીએ”
આ પાસ વાહનના હાલના FASTag ખાતામાં જોડવામાં આવશે, એક વર્ષ સુધી વારંવાર તેના FASTag ખાતામાં રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. એકવાર પાસની માન્યતા સમાપ્ત થઈ જાય, પછી તે બીજો પાસ ખરીદી શકે છે અથવા જરૂરિયાત મુજબ રિચાર્જ કરી શકે છે. હાલમાં, પ્રાઈવેટ કાર વપરાશકર્તાઓ 12 મહિના માટે ₹ 340 માં માસિક રિચાર્જેબલ પાસ ખરીદી શકે છે, જેની કુલ કિંમત વાર્ષિક ₹ 4,080 છે. જોકે, આ પાસ ફક્ત એક ટોલ પ્લાઝા પર જ લાગુ પડે છે. સમગ્ર નેશનલ હાઈવે નેટવર્કમાં અનલિમિટેડ મુસાફરી માટે 3 હજારની કિંમતનો વાર્ષિક ટોલ પાસ માસિક પાસ કરતા ઘણો સસ્તો વિકલ્પ હશે.
morth દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ગયા વર્ષ 2023-24માં પ્રાઈવેટ વાહાનો લગભગ ₹8,000 કરોડની આવક ઉભી કરી હતી જ્યારે દેશના ટોલ પ્લાઝા નેટવર્કમાં કુલ 55,000 કરોડ ટોલ રસીદો જનરેટ થઈ હતી.