પાકિસ્તાનમાં લશ્કરના ટોચના કમાન્ડર અબુ સૈફુલ્લાહ ઢેર, અજાણ્યા શખ્સોએ કરી હત્યા
ઓપરેશન સિંદૂરથી સ્તબ્ધ થયેલા પાકિસ્તાની આતંકવાદીઓ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. નાગપુરમાં RSS મુખ્યાલય પર 2006માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબા કમાન્ડર અબુ સૈફુલ્લાહ પાકિસ્તાનમાં માર્યો ગયો છે. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અબુ સૈફુલ્લાહની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
માર્યો ગયેલો અબુ ભારતના ત્રણ આતંકવાદી હુમલામાં હતો સામેલ
લશ્કરનો આ આતંકવાદી અબુ સૈફુલ્લાહ નેપાળ દ્વારા આતંકવાદી નેટવર્કનું સંચાલન કરતો હતો. પાકિસ્તાનના સિંધ પ્રાંતના માટલી ફાલકારા ચોક પાસે અજાણ્યા શખ્સોએ અબુ સૈફુલ્લાહની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ લશ્કર આતંકવાદી ભારતમાં ત્રણ આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો.
લશ્કરના આતંકવાદી મોડ્યુલને નેપાળમાં કરવામાં આવતું હતું હેન્ડલ
લશ્કરના આ આતંકવાદીનું નામ અબુ સૈફુલ્લાહ ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે રાજુલ્લા નિઝામાની હતું. મળતી માહિતી અનુસાર તે નેપાળમાં લશ્કર-એ-તૈયબાના સમગ્ર મોડ્યુલને સંભાળતો હતો. તેનું મુખ્ય કાર્ય લશ્કરની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કેડર અને નાણાકીય મદદ પૂરી પાડવાનું હતું.
ભારતમાં થયેલા આ ત્રણ આતંકવાદી હુમલાઓમાં અબુ સૈફુલ્લાહ હતો સામેલ
આ આતંકવાદી લશ્કરના આતંકવાદીઓને નેપાળ થઈને ભારતમાં પણ મોકલતો હતો. 2006માં નાગપુરમાં આરએસએસના મુખ્યાલય પર થયેલા હુમલામાં પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેણે 2001માં CRPF કેમ્પ રામપુર પરના હુમલામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે 2005માં IISc બેંગ્લોર પરના હુમલાના કાવતરામાં પણ સામેલ હતો.
અબુ સૈફુલ્લાહ કોણ હતો?
લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર અબુ સૈફુલ્લાહ ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવવાનું કામ કરતો હતો. અબુ સૈફુલ્લાહ ઉર્ફે મોહમ્મદ સલીમે નેપાળમાં પોતાનું આતંકવાદી નેટવર્ક ફેલાવ્યું હતું અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરાં ઘડતો હતો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats