Vadodara Rain: વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી
હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન બપોરે 2 વાગ્યાથી સતત બે કલાક સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. વડોદરા શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. માર્ગો ઉપરના દુકાનદારો ચિંતામાં મુકાઈ ગયા હતા.
વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે કોર્પોરેશન પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી ગઇ હતી. અનરાધાર વરસેલા વરસાદને પગલે વડોદરા શહેરના એમ. જી. રોડ, રાવપુરા રોડ, અમદાવાદી પોળ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવર, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા, ખોડીયાર નગર, ગોત્રી, સુભાનપુરા, તરસાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ગુજરાતમાં 4 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સવારે 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકામાં 4.45 ઈંચ વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુરમાં 3.58 ઈંચ, વલસાડના ધરમપુરમા 3.46 ઈંચ , કપરાડામાં 3.90 ઈંચ ,વાપીમાં 3.15 ઈંચ, તાપીના વ્યારામાં 3.46 ઈંચ, તાપીના સોનગઢમાં 3.15 ઈંચ, તાપીના ડોલવણમાં 2.99 ઈંચ, નવસારીના વાસંદામાં 3.35 ઈંચ, સુરત બારડોલીમાં 2.64 ઈંચ, નવસારીનાં ખેરગામમાં 2.72 ઈંચ,ડાંગના વઘઇમાં 3.27 ઈંચ, ડાંગ આહવામા 3.27 ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં 2.68 ઈંચ, સુરત ઉમરપાડામાં 2.56 ઈંચ, 7 તાલુકામાં 2 ઈંચથી વધુનો વરસાદ અન્ય તાલુકામાં અડધા ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી આગાહી છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ , તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB