લોડ થઈ રહ્યું છે...

રાજકોટમાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ, પતિએ પત્નીને ગોળી મારી પોતે પણ કર્યો આપઘાત

image
X
રાજકોટમાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પત્નીને ગોળી મારીને પોતે પણ આપઘાત કરી લીધો છે. જેમાં પતિ લાલજીભાઇ પઢીયારનું મૃત્યું થયું છે જ્યારે પત્ની તૃષાબેનની હાલત ગંભીર છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

લગ્નેતર સંબંધને કારણે રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો છે જેમાં પતિએ પત્નીને ગોળી મારી અને ત્યારબાદ તેણે પણ આપઘાત કરી લીધો છે. રાજકોટમાં  તૃષાબેન પઢીયાર-રાજપૂતને પતિ સાથે ઝઘડો ચાલતો હતો. જેના કારણે તેઓ સમેત શીખર એપાર્ટમેન્ટમાં દોઢ મહિનાથી બહેનપણી પૂજાબેન સાથે રહેતાં હતાં. સવારે બંને બહેનપણી જીમમાંથી આવી ત્યારે પાર્કિંગમાં જ પતિ લાલજી પઢીયારે ફાયરિંગ કર્યું હતું. જેમાં પતિનું ઘટના સ્થળે મોત નીપજયું છે.

ફલેટના પરિસરમાંથી પોલીસને એક ફૂટેલી કારતૂસ મળી આવી છે. આ હત્યા પાછળ લગ્નેતર સંબંધ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ પરીજનોની પૂછપરછ શરૂ કરી છે, ફાયરિંગ કરતા આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા, ઈજાગ્રસ્ત પત્નીનું પોલીસે નિવેદન લીધું છે. પતિના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસે મૃતકનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. 

કાકી-ભત્રીજા વચ્ચેના પ્રેમ સબંધનો કરુણ અંજામ
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સબંધ હતો. જેની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની ઘર છોડી એક બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. દોઢ મહિનાથી પતિ મનાવતા હતા અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું.આમ છતાં પત્ની ઘરે પરત ન આવતી હતી આજે સવારે રોષે ભરાયેલ પતિએ પત્ની યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.