TRAIએ લીધો મોટો નિર્ણય, 30 દિવસમાં સ્પેમ કોલથી મળશે રાહત, જાણો વિગત

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સ્પેમ કોલને લઈને કડક કાર્યવાહી કરી છે. TRAIએ સ્પષ્ટ કર્યું છે કે જો ટેલિકોમ કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના પર 2 થી 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ભારતમાં કરોડો મોબાઈલ યુઝર્સ છે અને તેમાંથી મોટાભાગના સ્પેમ કોલ અને મેસેજથી પરેશાન છે.ચાલો જાણીએ શું છે આખો મામલો.

image
X
TRAIએ સ્પેમ કોલથી પરેશાન ગ્રાહકો માટે લીધો મહત્વનો નિર્ણય 
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) એ એક મોટો નિર્ણય લીધો છે. TRAIના આ નિર્ણયથી ટેલીમાર્કેટિંગ કંપનીઓને મોટો ફટકો પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, TRAI એવા પ્રમોશનલ મેસેજીસ સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે જે ગ્રાહકો અથવા મોબાઈલ યુઝર્સને તેમની પરવાનગી વગર કોલ અથવા મેસેજ કરે છે. TRAIએ સ્પેમ કોલથી પરેશાન ગ્રાહકોને રાહત આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે જો ટેલિકોમ કંપનીઓ સ્પેમ કોલની ચોક્કસ સંખ્યા જાહેર નહીં કરે તો તેમને ભારે દંડ ફટકારવામાં આવશે.

સ્પેમ કોલની માહિતી રિયલ ટાઈમમાં આપવાની રહેશે
TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને સ્પેમ કોલ અને SMSની પેટર્નને એનેલાઇઝ કરવા કહ્યું છે. આ એનેલાઇઝેશન હાઈ કોલ વોલ્યુમ, શોર્ટ કોલ ડ્યુરેશન અને લો-ઇનકમિંગથી આઉટગોઇંગ કોલના  રેશિયો પર આધારિત હશે જેથી સ્પેમર્સને ઓળખી શકાય. નિયમોમાં સુધારો કરતા, TRAIએ ટેલિકોમ કંપનીઓ માટે કોઈપણ નંબર પર આવા વાળી સ્પેમ કોલ્સની સંપૂર્ણ સંખ્યા જાહેર કરવી ફરજિયાત બનાવી છે. જો કોઈ કંપની આવું નહીં કરે તો તેને દંડ ફટકારવામાં આવશે. જો કોઈ કંપની 30 દિવસની સમય મર્યાદા પછી પણ પ્રમોશન માટે સામાન્ય મોબાઈલ નંબરનો ઉપયોગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને પ્રમોશનલ કોલ માટે ઉપયોગમાં લેવાતા અનરજિસ્ટર્ડ નંબરને રોકવા માટે નોટિસ જારી કરી છે. નિયમોના પ્રથમ ઉલ્લંઘન પર 2 લાખ રૂપિયાનો દંડ અને બીજા ઉલ્લંઘન પર 5 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ પછી પણ જો કંપની નિયમોનું પાલન નહીં કરે તો તેને દરેક ઉલ્લંઘન બદલ 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.

હવે ટેલિમાર્કેટિંગ માટે 10 અંકના નંબરનો ઉપયોગ કરવામાં આવશે નહીં
ટ્રાનપરન્સી વધારવા માટે, TRAIએ 10-અંકના નંબરો દ્વારા કોમર્શિયલ કોમ્યુનિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. મતલબ કે હવે ટેલીમાર્કેટિંગ માટે 10 અંકના નંબરનો ઉપયોગ નહીં કરી શકાય. તેના બદલે, '140' વાળી સીરિઝનો ઉપયોગ પ્રમોશનલ કોલ્સ માટે કરવામાં આવશે, જ્યારે '1600' વાળી સીરિઝનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન અને સર્વિસ કોલ્સ માટે કરવામાં આવશે. આ સિવાય TRAIએ યુઝર્સ માટે સ્પેમ કોલ્સ અંગે ફરિયાદ નોંધાવવાનું પણ સરળ બનાવ્યું છે. હવે યુઝર્સને કોમ્યુનિકેશન પ્રેફરન્સ માટે રજીસ્ટર કરાવવાની જરૂર રહેશે નહીં.

Recent Posts

નંબર સેવ કર્યા વગર પણ તમે WhatsApp પર કરી શકો છો કોલ, જાણો વિગત

Google Chromeનું આ વર્ઝન ખતરામાં, જો તમે પણ તેનો ઉપયોગ કરી રહ્યા છો તો તરત જ અપડેટ કરો,

TRAIના પ્રસ્તાવથી એલોન મસ્કને લાગશે આંચકો, સ્પેક્ટ્રમ ફક્ત આટલા સમય માટે જ રહેશે ઉપલબ્ધ

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશથી ફરશે પાછા, SpaceXએ મિશન કર્યું લોન્ચ

JioHotstar એ બનાવ્યો મોટો રેકોર્ડ, આજ સુધી કોઈ નથી કરી શક્યું આ...

Deepseek પછી, ચીને નવું AI આસિસ્ટન્ટ 'Manus' લોન્ચ કર્યું! જાણો શું છે ખાસ?

ડિજિટલ ધરપકડ સામે સરકારની કાર્યવાહી, 83 હજાર વોટ્સએપ એકાઉન્ટ બંધ, કરોડોનું નુકસાન પણ ટાળ્યું

33 હજારની કીટ, 3 હજારનો બેઝિક પ્લાન, સ્ટારલિંક ઇન્ટરનેટ માટે તમારે ચૂકવવી પડી શકે છે આટલી બધી કિંમત

અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું મિશન સ્થગિત, ક્રૂ-10 ન થઇ શક્યું લોન્ચ

WhatsAppનું નવું પ્રાઇવસી ફીચર આવશે, તમે વીડિયો કોલમાં કરી શકશો આ કામ