અમદાવાદ ઇન્દોર હાઇવે પર લીમખેડા નજીક ત્રિપલ અકસ્માત, ટ્રક, આઈસર અને ST બસ વચ્ચે ટક્કર થતા 4 ઇજાગ્રસ્ત
દાહોદ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર હાઇવે પર લીમખેડા વિજય હોટેલ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક, આઈસર અને ST બસ વચ્ચે થયો હતો. જેમાં સૌપ્રથમ ટ્રક અને ટેમ્પો સામસામે ટકરાયા બાદ અંધારાના કારણે ST બસે તેમને ટક્કર મારી હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ત્રિપલ અકસ્માતમાં પરંતુ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે દૂર કરાવ્યો હતો. સ્થાનિકોના મતે, આ વિસ્તારમાં ટોલ કંપનીએ હેલોજન લાઇટ, રોડ સ્ટડ અને સિગ્નલ લાઇટોની વ્યવસ્થા ન કરી હોવાને કારણે વારંવાર અકસ્માતો થાય છે.
આ ઘટના રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. દાહોદ તરફ જતી ટ્રક અને ઇન્દોર તરફ જતી આઈસર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ બંને વાહનો રસ્તાની વચ્ચે અટકી પડ્યા બાદ, ઇન્દોરથી અમદાવાદ આવતી એસટી બસના ચાલકને અંધારાને કારણે આગળના વાહનો ન દેખાતા બસ પણ તેમની સાથે અથડાઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ લીમખેડા પોલીસ સ્ટેશનની ટીમ અને ભથવાડા ટોલ બુથની રેસ્ક્યુ ટીમ ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવવામાં આવ્યા હતા અને લગભગ 1:45 વાગ્યે હાઈવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats