Turkiye: 'સ્કી રિસોર્ટ'માં લાગી ભયંકર આગ, 66 લોકોએ ગુમાવ્યો જીવ

તુર્કીએના ગૃહમંત્રી અલી યેર્લિકાયાએ જણાવ્યું કે હોટલ રેસ્ટોરન્ટમાં રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે આગ લાગી હતી. આગની તીવ્રતા એટલી બધી હતી કે તેને ઓલવવા માટે ફાયર ફાઈટરોએ કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. તેમણે કહ્યું, "અમે ઊંડા દુઃખમાં છીએ. આ અકસ્માતમાં અમે 66 લોકો ગુમાવ્યા છે."

image
X
ઉત્તરપશ્ચિમ તુર્કીએમાં એક લોકપ્રિય સ્કી રિસોર્ટની એક હોટલમાં મંગળવારે લાગેલી આગમાં 66 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તુર્કીએના આંતરિક મંત્રી અલી યરલિકાયાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 51 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ગૃહમંત્રી યેર્લિકાયાએ પત્રકારોને કહ્યું, 'અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ.

તુર્કીએના આરોગ્ય પ્રધાન કેમલ મેમિસોગ્લુએ જણાવ્યું હતું કે ઘાયલની સ્થિતિ ગંભીર છે. અધિકારીઓ અને અહેવાલો અનુસાર, બોલુ પ્રાંતના કારતલકાયા રિસોર્ટમાં આવેલી 12 માળની ગ્રાન્ડ કારતલ હોટલની રેસ્ટોરન્ટમાં સવારે 3:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. હાલ આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સમયે હોટલમાં કુલ 234 લોકો રોકાયા હતા.

એકની હાલત ગંભીર 
સ્વાસ્થ્ય મંત્રી કેમલ મેમિસોગ્લુના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે. બોલુના ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિને સ્થાનિક સમાચાર એજન્સી ટીઆરટીને જણાવ્યું કે આગ હોટલના ચોથા માળેથી શરૂ થઈ અને ઝડપથી 11 માળની ઈમારતમાં ફેલાઈ ગઈ.

બે લોકો ગભરાટમાં બિલ્ડીંગ પરથી કૂદી પડ્યા 
ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિએ એક સ્થાનિક ટેલિવિઝનએ જણાવ્યું હતું કે સરકારી એજન્સીને જણાવ્યું કે બે પીડિત લોકો ગભરાટમાં બિલ્ડીંગ પરથી કૂદવાથી મૃત્યુ પામ્યા. કેટલાક લોકોએ ચાદર અને ધાબળાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે હોટલમાં રોકાયેલા સ્કી પ્રશિક્ષક નેકેમી કેપસેતુતાને જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે તે સૂતો હતો અને તે બિલ્ડિંગની બહાર ભાગી ગયો હતો. આ પછી તેણે લગભગ 20 લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં મદદ કરી. તેમણે કહ્યું કે હોટલ ધુમાડાથી ઘેરાયેલી હતી, જેના કારણે લોકો માટે આગમાંથી બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો.

 હોટલમાં  ફાયર એલાર્મ  બંધ 
અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હોટલમાં ફાયર સિસ્ટમ કામ કરી રહી ન હતી. હોટલના ત્રીજા માળે રહેતા અટાકન યેલ્કોવન નામના એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 'મારી પત્નીને કંઈક સળગતી ગંધ આવી હતી, જેના પછી અમે ઊભા થઈને દોડ્યા, પરંતુ આ દરમિયાન હોટલમાં કોઈ એલાર્મ વાગ્યું ન હતું.'  

Recent Posts

પાકિસ્તાનમાં પાણીનું સંકટ: પાણીના ટીપા-ટીપા માટે કેમ તડપી રહ્યું છે પાકિસ્તાન?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા, તો ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

કોઈનો શ્વાસ રૂંધાયો તો કોઈના હાડકા તૂટ્યા, હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ નાસભાગમાં ફસાયેલા લોકોએ જણાવી આપવીતી

એશિયા, યુરોપ અને અમેરિકા માટે ટ્રમ્પની ખાસ યોજના શું છે? જયશંકર ઇઝરાયલી વિદેશ મંત્રીને મળ્યા

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

પીએમ મોદીને મળ્યાના 3 દિવસ પણ થયા નથી, ટ્રમ્પે બાંગ્લાદેશને મોટો ઝટકો આપ્યો 29 મિલિયન ડોલરની સહાય બંધ કરવામાં આવી

પાકિસ્તાનમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત, 45 ઘાયલ

ભાગદોડ કેમ થઈ? સીડીઓ પર શું પરિસ્થિતિ હતી અને રેલ્વે અધિકારીઓ ક્યાં હતા? તપાસ ટીમે પુરાવા કર્યા એકત્રિત

'એલોન મસ્ક મારા બાળકના પિતા', ઇન્ફ્લુએન્સરનો દાવો; મસ્કે આપ્યો આ જવાબ