ગુજરાતમાં લાગુ થશે UCC, રાજ્ય સરકારે જાહેર કરી કમિટી, 45 દિવસમાં સોંપશે રિપોર્ટ

UCC મુદ્દે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી છે. પાંચ સભ્યોની આ કમિટી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. ત્યારબાદ સરકાર નિર્ણય લેશે.

image
X
મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પત્રકાર પરિષદ યોજીને UCC લાગુ કરવા મામલે મોટી જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહ્યાં છીએ. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. 

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે, "યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે. જેના આધારે સરકાર નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઇના નેતૃત્વમાં બની પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં નિવૃત્ત IAS વરિષ્ઠ અધિકારી સી એલ મીના, એડવોકેટ આર સી કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર દક્ષેશ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ 45 દિવસની અંદર સરકારને રિપોર્ટ આપશે. સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલને આધારે સરકાર નિર્ણય લેશે. 

Recent Posts

બોલીવુડ ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ઓફિસમાં થઇ ચોરી, 40 લાખ લઇ ચોર ફરાર

જંબુસરમાં ભણાવવા બાબતે પ્રિન્સિપાલે શિક્ષકને માર માર્યો, CCTV થયા વાયરલ

મહાકુંભ : 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભમાં ચાર વિશ્વ રેકોર્ડ બનશે

દક્ષિણ આફ્રિકામાં ભરૂચના 3 યુવકોનો ભયંકર કાર અકસ્માત, આગ લગતા જીવતા ભૂંજાયા

થરાદ: રેતી ભરેલું ડમ્પર પલટી જતા નાળામાં કામ કરતા ચાર શ્રમિકોના મોત

ગાંધીનગરની ગોસિપ..

રાજકોટ સિવિલ ઉંદર ભરોસે! વીડિયો વાઇરલ થતા તંત્ર સફાળું જાગ્યું, પાંજરા મુકીને પડક્યા 40 ઉંદરો

દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે કયા કામને પ્રાથમિકતા આપવામાં આવશે?

૨૭ વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સત્તા પર આવતા રસપ્રદ તથ્યો અને આંકડાઓ

દિલ્હીમાં ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ભાજપની જીત અંગે શું કહ્યું