કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. બે દિવસમાં તેમણે વિકાસ પ્રોજેક્ટોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યાં છે. આજે તેમણે સાણંદ ખાતે તિરંગા યાત્રામાં ભાગ પણ લીધો હતો. ત્યાર બાદ તેમણે અમદાવાદ મહાનગર પાલિકાના 95 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું. અમિત શાહે શહેરમાં 116 કરોડના ખર્ચે તૈયાર થયેલા પલ્લવ બ્રિજને ખુલ્લો મુક્યો હતો. તેમણે અમદાવાદમાં 1600 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
દોઢ લાખ વાહન ચાલકોને પલ્લવ બ્રિજથી લાભ થશે: અમિત શાહ
કેન્દ્રિય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, દેશની સીમા પર આપણી તાકાત બતાવી છે. વડાપ્રધાન મોદીએ દેશને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. સરકાર જનતાને કનડગત ના થાય તે માટે વિકાસ કાર્યો કરે છે. પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું હતું કે, દોઢ લાખ વાહન ચાલકોને આ બ્રિજથી લાભ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, થોડા દિવસમાં વરસાદ આવવાનો છે. ગ્રીન ગાંધીનગર મિશન હેઠળ વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવ્યું છે. બધા યુવાનોને અપીલ કરવા આવ્યો છું. રાજ્યમાં આજે ત્રણ લોકસભા વિસ્તારમાં 1600 કરોડના વિકાસ કાર્યોના એક સાથે લોકાર્પણ અને ખાત મુહૂર્ત થયાં છે.
હું નારણપુરામાં 40 વર્ષ રહ્યો પલ્લવ બ્રિજ જોઈને આનંદ થયો : અમિત શાહ
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે વધુમા કહ્યું હતું કે, હું પલ્લવ બ્રિજને જોઈને ગદગદ થઈ ગયો છું. અહીંથી દોઢ લાખ વાહનો વિના ટ્રાફિકે પસાર થશે. આ માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું. તેમણે ઉમેર્યું હતું કે, પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું. ભારતે પાકિસ્તાનના 9 સ્થળો પર આતંકવાદી છાવણીઓ નષ્ટ કરી નાંખી છે. ઓપરેશન સિંદૂર હેઠળ મિસાઇલો ત્રાટકી હતી અને આતંકવાદીઓ ખતમ થયા અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે. 100 કિલોમીટર અંદર જઈ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.
માના નામે એક વૃક્ષ વાવો: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ વૃક્ષારોપણને લઇ કહ્યું હતું કે, થોડાક દિવસોમાં વરસાદ આવશે. 6 વર્ષથી દરેક વરસાદમાં વૃક્ષ વાવવાનું અભિયાન આપણે ચલાવ્યું છે. યુવાનોને મારી અપીલ કે પોતાની માના નામે એક વૃક્ષ વાવો...વડીલો, ચેરમેન બેઠા છે તેઓ ફ્લેટ કોલોનીમાં ઓછામાં ઓછા 50 વૃક્ષ વાવે, વૃક્ષ વાવવાથી અમદાવાદનું તાપમાન નીચું આવશે.
સિંધુ નદી અને લોહી એક સાથે ના વહી શકે: અમિત શાહ
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશના સંબોધન વખતે સ્પષ્ટ કહ્યું હતું કે, સિંધુ નદી અને લોહી એક સાથે ના વહી શકે. જો આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીના પાણીમાંથી એક પણ ટીપું પાણી તેમને મળશે નહીં. વ્યાપાર અને ટેરેરિઝમ એક સાથે નહીં ચાલે. અમે તો વાતચીત કરવા તૈયાર છીએ પણ તેમાં પીઓકે પાછુ લેવા અને આતંકવાદનો ખાતમો કરવાની જ ચર્ચા થશે.
ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે: અમિત શાહ
પહેલગામ આતંકવાદનો ભોગ બનનાર લોકોને શ્રદ્ધાજંલિ...મોદી સાહેબે કહ્યું હતું કે આતંકવાદીને મિટ્ટીમાં મિલાવશે અને થોડાક સમયમાં પાકિસ્તાનમાં આતંકવાદીના 9 સ્થાનોને ધ્વસ્ત કર્યા. દેશની મહિલાનું સિંદૂર ભૂંસવાવાળાને ખતમ કરવાનું ઓપરેશન સિંદૂર છે. પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું કે, અમારા ત્યાં કોઈ આતંકવાદી નથી. જનાજામાં પાકિસ્તાનના અધિકારી નમાજ પઢવા જોડાયા ત્યારે પાકિસ્તાન આતંકવાદના અડ્ડા ચલાવે છે એ દુનિયાને ખબર પડી. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન સીમમાં 100 કિલોમીટર અંદર ખુશીને આતંકવાદીને માર્યા. આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને નહીં મળે...પાકિસ્તાન સાથે માત્ર વાત POK પાછા લેવા માટે જ થશે. બ્રહ્મોસ દુનિયાભરના લોકો સર્ચ કરે છે કે આ છે શું ? પાકિસ્તાનની ચીનથી ઉધાર લીધેલી પાકિસ્તાની સિસ્ટમ ધરી રહી ગયી અને બ્રહ્મોસે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.આફીસ શહીદ અને મસૂદ અઝહરના અડ્ડાને સમાપ્ત કરવાનું કામ સેનાએ કર્યું. ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.