કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે, તિરંગા યાત્રામાં અમિત શાહે આપી હાજરી, વિકાસલક્ષી કાર્યોને મળશે વેગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેઓ અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રામાં જોડાયા હતાં. નળ સરોવર ચાર રસ્તાથી નીકળીને આ તિરંગા યાત્રા મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી જશે.
સાણંદમાં અમિત શાહ તિરંગા યાત્રામાં જોડાયા
અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા છે. સાથો સાથ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણી અને મોટી સંખ્યા લોકો આ યાત્રામાં જોડાયા હતા. અત્રે જણાવીએ કે, ઓપરેશન સિંદૂરે દેશમાં ડંકો વગાડ્યો છે. પાકિસ્તાનને ધ્રુજાવી દેનાર એવા આપણા દેશના સેનાના જવાનોના સન્માનને લઈ આ ખાસ દેશ ભક્તિની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેસાણાના ગોજારિયામાં નર્સિંગ કોલેજ ભવનનું ઉદ્ઘાટન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાના ગોજારિયાની મુલાકાતે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નર્સિંગ કોલેજ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. શ્રીમતી એસ સી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ, ગોઝારિયા સંચાલિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
અમિત શાહના હસ્તે કુલ 1692 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે...સાથો સાથ ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1692 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB