અમદાવાદમાં અનોખી ચોરી! દુકાન પાછળ લગાવેલી જાળી તોડી ચોર દુકાનમાં ઘૂસ્યો, કાજુ કતરી અને ઘીની ચોરી કરીને ફરાર
અમદાવાદમાં તહેવારોના આગમન સાથે જ ચોરો સક્રિય થઈ ગયા છે. દરમિયાન અમુલ પાર્લરમાંથી કાજુ કતરીના છ પેકેટ, ઘીના 27 પાઉચ અને રોકડ રકમની ચોરી થઈ હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. આ ઘટના પાલડીના સુખીપુરા ગાર્ડન પાસેના અમુલ પાર્લરમાં બની હતી. ચોરે દુકાનની પાછળનો જાળી તોડીને ચોરી કરી હતી.
કેસ સીસીટીવીમાં કેદ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાલડી પોલીસે કેસ નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તહેવારો દરમિયાન લોકો ફરવા જાય છે, જેના કારણે ચોરોને મોકો મળે છે અને ચોરીની કેસમાં વધારો થાય છે. અમદાવાદના સુખીપુરા નજીક બીજી ચોરી થઈ હતી. ચોરે ચહેરો કપડું ઢાંકીને ચોરી કરી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં ચોર પહેલા બોક્સ ખોલતો, રોકડ રકમ કાઢતો અને પછી કાજુ કતરી અને ઘીના પાઉચની ચોરી કરતો દેખાય છે. ચોર એકલો જ દુકાનની અંદર ઘૂસીને ચોરી કરતો CCTVમાં જોવા મળે છે.
તહેવારોમાં પરિવાર સાથે ફરવા જતા હોય તો આ વાતનું ધ્યાન રાખો
જો તમે તહેવારોમાં પરિવાર સાથે બહાર ફરવા જવાના છો પહેલાથી તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સ્ટોરી કે પોસ્ટ કરશો નહીં. ફરવા જાવ ત્યારે પણ પરિવાર સાથેની સ્ટોરી મુકશો નહીં. તમે ફરીને પાછા ઘરે આવી ગયા પછી સ્ટોરી કે ફોટા તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કરી શકો છો. જો તમે પહેલાથી પોસ્ટ કે સ્ટોરી મુકી દીધી હશે તો સોશિયલ મીડિયામાં ધ્યાન રાખીને બેઠેલા ચોરો તમારા ના હોવાનો ફાયદો ઉઢાવશે અને તમારા ઘરે ચોરી કરી શકે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats