દિલ્હી બ્લાસ્ટ અંગે અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું-'આ સ્પષ્ટપણે આતંકવાદી હુમલો જ છે'
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દિલ્હી વિસ્ફોટોને આતંકવાદી હુમલો ગણાવ્યો અને ભારતની વ્યાવસાયિક તપાસની પ્રશંસા કરી. તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથેના સંબંધો બહાર આવ્યા છે.
દિલ્હી બ્લાસ્ટ અંગે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ "સ્પષ્ટ પણે આતંકવાદી હુમલો" ગણાવ્યો છે. તેમણે ખૂબ જ કાળજીપૂર્વક અને વ્યાવસાયિક રીતે તપાસ કરવા બદલ ભારતની પ્રશંસા કરી. ભારતે દિલ્હી વિસ્ફોટને "આતંકવાદી ઘટના" જાહેર કર્યા બાદ મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા રુબિયોએ આ વાત કહી. તેમણે કહ્યું, "ભારત પ્રશંસાને પાત્ર છે. તેઓ ખૂબ જ ધીરજપૂર્વક, સાવધાનીપૂર્વક અને ખૂબ જ વ્યાવસાયિક રીતે તપાસ કરી રહ્યા છે. તપાસ હજુ પણ ચાલુ છે. આ સ્પષ્ટપણે આતંકવાદી હુમલો હતો. એક કાર ભારે વિસ્ફોટક સામગ્રીથી ભરેલી હતી, જેમાં વિસ્ફોટ થયો અને ઘણા લોકોના જીવ ગયા."
'દિલ્હી વિસ્ફોટો વિશે જયશંકર સાથે વાત કરી'
રુબિયોએ વધુમાં કહ્યું, "મને લાગે છે કે તેઓ તપાસનું ખૂબ સારું કામ કરી રહ્યા છે, અને જ્યારે તેમની પાસે તથ્યો હશે, ત્યારે તેઓ તે તથ્યો જાહેર કરશે." યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું કે તેમણે દિલ્હી વિસ્ફોટો અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી. રુબિયોએ કહ્યું કે અમેરિકાએ સહાયની ઓફર કરી છે, પરંતુ ભારત તપાસ સંભાળવા માટે "ખૂબ જ સક્ષમ" છે અને તેને કોઈ મદદની જરૂર નથી. તેમણે કહ્યું, "અમે તે શક્યતાથી વાકેફ છીએ, અને અમે આજે તેના વિશે થોડી વાત કરી છે. અમે તપાસના પરિણામોની રાહ જોઈશું. અમે સહાયની ઓફર કરી છે, પરંતુ મને લાગે છે કે તેઓ આ તપાસમાં ખૂબ સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી, અને તેઓ સારું કામ કરી રહ્યા છે."
જયશંકર અને રૂબિયો કેનેડામાં મળ્યા હતા
કેનેડાના નાયગ્રામાં G-7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન વિદેશ મંત્રી જયશંકર અને રુબિયો મળ્યા હતા. બેઠક દરમિયાન રુબિયોએ દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની પ્રાથમિક તપાસમાં "વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્ક" સાથે જોડાણ હોવાનું બહાર આવ્યું છે. તપાસ એજન્સીઓએ આ આતંકવાદી ઘટનાને પાકિસ્તાન સ્થિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડી છે. દિલ્હીમાં થયેલા આ ભયાનક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats