Vadodara: વિદેશમાં વધુ કમાણીની લાલચમાં વડોદરાનો યુવક ફસાયો, પુત્રને પરત લાવવા માતા-પિતાની ચોંધાર આંસુએ આશ
વિદેશમાં વધુ કમાણીની લાલચમાં વડોદરાનો યુવક ફસાયો હોવાની ઘટના સામે આવી છે. વિદેશમાં પુત્રને બંધક બનાવ્યો હોવાનો માતા પિતાએ આક્ષેપ કર્યો છે. 2024માં એજન્ટો યુવકને પહેલાં દુબઇ ગયેલા લઇ ગયા, હવે તુષાર રાણપરાનો હવે પત્તો નથી. પુત્રને પરત લાવવા માતા પિતાએ હવે વડોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
આજકાલ યુવાનો વિદેશ જવાની હરોળમાં એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.વિદેશમાં સેટલ થવાના બહાને એજન્ટો હવે યુવાનોને ટારગેટ કરીને બળજબરીપૂર્વક વિદેશમાં કામ કરાવે છે. તેવામાં આવી જ ઘટના વડોદરામાં બની છે. વડોદરાનો એક યુવાન દુબઈ-હોન્કોંગ વચ્ચે ગાયબ થતા તેના પરિવાર પર દુ:ખનો આફત તૂટી પડ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો તુષાર રાણપરા વર્ષ 2024માં રોજગારની શોધમાં દુબઈ ગયો હતા. ત્યારબાદ એજન્ટના જણાવ્યા મુજબ તેઓ હોન્કોંગ પહોંચ્યો, પરંતુ ત્યાંથી અચાનક પરિવાર સાથેનો તમામ સંપર્ક તૂટી ગયો. છેલ્લા 6 મહિનાથી તુષાર રાણપરાના કોઈ સમાચાર મળ્યા નથી. વિદેશમાં ફસાયેલા વડોદરાના યુવકના માતા આક્રંદ સાથે કહી રહ્યાં છે કે, મારા પુત્રને પરત લાવો બસ. પિતાએ કહ્યું છેકે, તે ક્યાં છે અને કઈ પરિસ્થિતિમાં છે તે અંગે મારી પાસે કોઈ માહિતી નથી.
પુત્રનો વિદેશમાં સંપર્ક નહીં થતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી
એકમાત્ર દીકરા સાથેનો સંપર્ક ગુમાતા પરિવાર ચિંતાગ્રસ્ત છે. પિતા નાગરભાઈ અને માતા નીતા રાણપરા વારંવાર આક્રંદ કરી રહ્યા છે અને માતાએ રડતાં રડતાં સરકારને હાથ જોડીને વિનંતી કરી રહી છે કે, મારા દીકરાને પરત લાવી આપો. તેને ફસાવી દીધો છે, તે ખુબ જ મુશ્કેલીમાં છે. પરિવારના જણાવ્યા મુજબ, દેવું વધી જતાં તુષાર રાણપરા કમાણી માટે વિદેશ ગયો હતો. પરંતુ એજન્ટના જાળમાં ફસાઈ ગયાના કારણે પરિવાર ત્રાહિમામ પોકારી રહ્યો છે.
વિદેશમાં યુવક ગૂમ અંગે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
વિદેશમાં ગૂમ થયેલા તુષારને લઇ તેમના પિતાએ વડોદરા સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં શહેરના એજન્ટ વેદ અને કુશાંગ તેમજ દુબઈના એજન્ટ અભિષેક સિંહ સામે અરજી કરાઇ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિદેશમાં પુત્ર ગૂમ થયાને લઇ પરિવારજનોની હાલત એવી છે કે પુત્રને પરત લાવવા માતા પિતાની ચોંધાર આંસુએ રડી રહ્યા છે. હવે પરિવાર સરકાર અને તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે કે, તેમનો પુત્રને વિદેશમાંથી સલામત પરત આવી જાય...
દુબઇથી કયા દેશમાં ગયો તેની ખબર નથી: પરિવારજનો
તુષાર રાણપરાના પિતાએ જણાવ્યું હતું કે, મારા પુત્રને એક એજન્ટ દ્વારા, જે તે સમયે મારો મિત્ર હતો, તેના થકી મેં દુબઈ મોકલ્યો હતો. તેણે ચારથી પાંચ મહિના નોકરી કરી. ત્યારબાદ તે અન્ય એક એજન્ટના સંપર્કમાં આવતા, કયા દેશમાં ગયો તેની અમને જાણ નથી. જોકે, છેલ્લે જ્યારે તેની પાસે મોબાઈલ હતો, ત્યારે તેણે અમને તેનું લોકેશન બતાવ્યું હતું. તે એક સંપૂર્ણ જંગલ વિસ્તાર હતો, જ્યાં ભગવાનનું એક મોટું મંદિર નિર્માણાધીન હતું. મને શંકા છે કે કોઈએ પોતાની અલગ કોલોની ઊભી કરીને તેની પાસે દમાણથી કામ કરાવી રહ્યા છે, કારણ કે આજુબાજુમાં કોઈ રહેણાંક વિસ્તાર નથી. તેણે કેમેરા દ્વારા ચારે બાજુ બતાવ્યું હતું કે ત્યાં માત્ર એક અધૂરું માળખું ઊભું કરાયું છે, જેમાં આ લોકોને કામ કરાવવામાં આવે છે. આ કઈ કંપની છે તેની મને જાણ નથી.
તે ક્યાં છે....કઈ પરિસ્થિતિમાં છે તેની કોઇ માહિતી નથી: પરિવારજનો
તુષાર રાણપરાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લે મારી તેની સાથે સીધી વાત થઈ નથી, પરંતુ તેના વોઈસ મેસેજ આવે છે. આ વોઈસ મેસેજ ક્યારેક મહિને, ક્યારેક દોઢ મહિને, તો ક્યારેક 15 દિવસે આવે છે. તેની 12 મહિનાની કરાર અવધિ પૂરી થઈ રહી છે અને ત્યારબાદ તે પાછો આવશે. જોકે, અવધિ પૂરી થવા છતાં પણ, તે ક્યાં છે અને કઈ પરિસ્થિતિમાં છે તે અંગે મારી પાસે કોઈ માહિતી નથી. જ્યારે અમે એજન્ટોનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ કહ્યું કે, અમિતભાઈ, તમારો પુત્ર ક્યારે દુબઈ છોડીને ગયો તેની અમને કોઈ જાણ નથી. તેઓએ હાથ ઊંચા કરી દે છે. અમે સ્થાનિક પોલીસને તેમની પૃષ્ઠભૂમિની ઊંડાણપૂર્વક તપાસ કરવા વિનંતી કરી રહ્યા છીએ...
આ ઘટનાને લઇ અમે પોલીસનો સંપર્ક કર્યો: પરિવારજનો
આ ઘટનાને લઇ અમે પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે અમને સારો પ્રતિભાવ આપ્યો છે. અમે પોલીસ ભવનમાં CP સાહેબને મળ્યા, જેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પણ અમને ખાતરી આપવામાં આવી છે કે, તેઓ બનતી તમામ મદદ પૂરી પાડશે. કેટલાક દેશોમાં વોટ્સએપનો ઉપયોગ થતો ન હોવાથી, તેના ઇન્સ્ટાગ્રામ પર ક્યારેક મેસેજ આવે છે. આ મેસેજમાં તે કહે છે, પપ્પા, હું સુરક્ષિત છું, તમે મારી કોઈ ચિંતા ન કરશો.' જોકે, મને શંકા છે કે કોઈ તેના પર માનસિક દબાણ લાવીને તેની પાસે આવા વોઈસ મેસેજ મોકલાવી રહ્યું છે.
કોઈ પણ રીતે મારા પુત્રને પાછો લઈ આવો
તુષાર રાણપરાના માતાએ જણાવ્યું કે દીપિકા સાગરે તેમનો સંપર્ક કર્યો નથી. જોકે, તેમના ઘરેથી ફોન આવે છે. અમીજીએ મેસેજ મોકલીને જાણ કરી હતી કે તુષાર દુબઈ ગયો છે અને ત્યાંથી થાઈલેન્ડ ગયો છે. થાઈલેન્ડમાં તે કોઈ ફોન કરતો નથી કે પોતાના સંપર્કમાં નથી. લગભગ 4 મહિના પહેલા તુષારે પહેલીવાર વાત કરી ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, મમ્મી, હું સરીસાલા ફોન કરું છું. ત્યારબાદ પણ જ્યારે પણ મેસેજ આવે છે, તે એમ કહે છે કે પછી કરું છું. આ પછી તેમનો કોઈ જવાબ મળતો નથી. પરિસ્થિતિ એવી છે કે, અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે કોઈ પણ ભોગે મારા પુત્રને પાછો લઈ આવો...
સમા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ એક્શનમાં આવી છે. જોઇન્ટ સીપી દ્વારા સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ તપાસ માટે ટેક્નિકલ વિગતો અને અન્ય સોર્સિસની મદદથી કામગીરી કરવા આદેશ કરવામાં આવ્યા છે. વિદેશમાં ગૂમ થયેલા યુવકના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરાઇ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB