વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સસ્પેન્ડેડ ઇજનેરોની ACBએ 7 કલાક સુધી કરી પૂછપરછ, હવે ખુલશે અનેક ભેદ!
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ACBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ACBએ સસ્પેન્ડેડ ઇજનેરોના નિવેદનો લેવાની કાર્યવાહી તેજ કરી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઇ ACBએ સસ્પેન્ડેડ ઇજનેરોની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી છે. જેમાં સસ્પેન્ડેડ ઇજનેર યુ.સી.પટેલનાં 7 કલાક સુધી નિવેદન લેવામાં આવ્યા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે ACBની એન્ટ્રી
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે માર્ગ-મકાન વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે ACBની એન્ટ્રી થઇ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સ્પેન્ડેડ ઇજનેરોની 7 કલાક સુધી પૂછપરછ કરીને નિવેદનો લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સસ્પેન્ડેડ ઇજનેરોની ACBએ 7 કલાક સુધી પૂછપરછ
વડોદરાના ગોઝારી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સસ્પેન્ડેડ ઇજનેરો સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ શરૂ કરી છે. ACBએ સસ્પેન્ડેડ અધિકારીઓને જવાબ લેવા બોલાવ્યા છે. 4 સસ્પેન્ડેડ ઇજનેરો પૈકી ત્રણ ઈજનેર ACB સમક્ષ હાજર થયા હતા. સસ્પેન્ડેડ ઇજનેરોની સંપત્તિની ACB હાલ તપાસ કરી રહી છે. અધિકારીઓએ વસાવેલી મિલકતોની ACBએ સસ્પેન્ડેડ ઇજનેરોની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી છે. જોકે કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાને ન બોલાવાતા અનેક તર્કવિતર્કના સવાલો પ્રજાજનોમાં સેવાઇ રહ્યા છે. નૈનેશ નાયકાવાલાને તપાસ માટે ન બોલાવાતા ગણગણાટ શરૂ થયો છે.
સસ્પેન્ડેડ ઇજનેરોની સંપત્તિની તપાસ તેજ
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઇ ઇજનેર યુ.સી.પટેલનાં 7 કલાક સુધી નિવેદન લેવાયા છે. યુ.સી.પટેલે વસાવેલી મિલ્કતોની ACBએ માહિતી મેળવી છે. બાકીના બે ઇજનેરોનાં 2 ઓગસ્ટના રોજ નિવેદન લેવામાં આવશે. એસીબી યુ.સી.પટેલની સંપત્તિનાં દસ્તાવેજોનું ક્રોસ વેરિફિકેશન કરશે. પાન કાર્ડના આધારે છુપાવેલી માહિતી IT વિભાગ પાસેથી મેળવાશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats