વડોદરા : તહેવારોમાં આ દુકાનમાંથી મીઠાઇ ખરીદતા પહેલાં ચેતજો, દુલીરામ, હનુરામ સહિત 28 દુકાનોના ખાદ્ય પદાર્થો સબ સ્ટાન્ડર્ડ
અમિત ઠાકોર, વડોદરા
વડોદરામાં દિવાળી પહેલાં જાણીતી દુકાનોનાં મીઠાઈ તેમજ ફરસાણનાં નમુના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે. મિષ્ટાનની ગુણવત્તા સાથે ચેડા કરી લોકોનાં આરોગ્યને જોખમમાં મૂકતાં આ દુકાનદારો સામે હવે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા રક્ષાબંધન ટાણે શહેરમાં આવેલી મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓનાં નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતાં.. આ સેમ્પલનાં પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં થયેલાં પરીક્ષણમાં કેટલાંક ખાદ્ય પદાર્થોનાં નમૂના સબ સ્ટાન્ડર્ડ સાબિત થયાં છે. શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી 28 એવી જાણીતી દુકાનો અને ઉત્પાદકો છે જ્યાંથી તમે તેની બ્રાન્ડ અને ક્વોલિટીનાં ભરોસે મીઠાઈ, મિષ્ટાન કે ફરસાણ ખરીદો છો, તેનાં જ ખાદ્ય પદાર્થોનાં નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે. જેમાં હનુરામ ફૂડ્સ, જગદીશ ફરસાણ, ગ્વાલિયા સ્વીટ્સ, કલાપી ફરસાણ, ગુપ્તા સ્વીટ્સ, ગાયત્રી ખમણ તેમજ પ્રખ્યાત દુલીરામ પેંડાવાળા જેવા જાણીતા ઉત્પાદકો તેના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવતા ન હોવાનું સામે આવ્યું છે.
જે દુકાનદારો કે ઉત્પાદકો પર વિશ્વાસ કરી શહેરીજનો મીઠાઈ સહિતનાં ખાદ્ય પદાર્થો આરોગે છે તે જ ઉત્પાદકો ભરોસો તોડી રહ્યા છે તેવામાં આરોપ છે કે પાલિકાનાં ભ્રષ્ટ આરોગ્ય વિભાગનાં પાપે આવા ઉત્પાદકો સામે કડક કાર્યવાહી નથી થતી પરિણામે નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે. બે મહિના અગાઉ લીધેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલનાં રિપોર્ટ બબ્બે મહિના બાદ આવતાં હોય તો તેની ટાઈમલાઈન સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats