વડોદરા: પાક સહાયને લઈને ડભોઇ તાલુકાના ખેડૂતો આકરા પાણીએ, 100 વિઘામાં ખેતરમાં પાકને લગાવી આગ
વડોદરાના ડભોઇ તાલુકાના શંકરપુરા ગામના ખેડૂતોએ પાક નુકસાનીને લઇ મેદાનમાં ઉતર્યા છે. 100 વિઘામાં ખેડૂતોએ ખેતરમાં સોયાબીન ડાંગરના પાકને સળગાવીને વિરોધ નોંધાવ્યો છે. પાક નુકસાનીનો સરવે માટે કોઇ સરકારી બાબુ આવ્યો ન હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના તમામ ખેડૂતો સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા પોતાને પાકને કેટલું નુકસાન થયું તે સરકાર સુધી વાત પહોંચાડવા માટે અનેક જગ્યા ઉપર પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેવામાં વડોદરાના ડભોઈ તાલુકાના શંકરપૂરા ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં સરકારની સહાયની વાટ જોઈને થાકી જઈ આજરોજ ડાંગર,સોયાબીનના પાકને અગ્નિદાહ આપી વિરોધ નોંધાવ્યો હતો.
આમ 100 વિંગાના પાક સળગાવી સરકાર સામે આક્રોશ નોંધાવ્યો હતો એટલું જ નહીં હવે ટૂંક સમયમાં જ શિયાળુ પાક લેવાની તૈયારી છે અને સરકાર દ્વારા છેલ્લા 12 દિવસથી ખેડૂતોને લોલીપોપ આપવામાં આવે છે જેના કારણે ખેડૂતો પણ હવે આકરા પાણીએ છે સાથે સાથે સંકરપુરા ગામ ની આજુબાજુના વિસ્તારમાં હજી સુધી કોઈ સર્વેની કામગીરી પણ નોંધાઈ નથી જેના કારણે ખેડૂતો મૂંઝાયા છે જેથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળી પાક સળગાવવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયની અંદર સરકાર ક્યારે જાગે છે ખેડૂતોની વ્હારે આવે છે અને ખેડૂતોના ખાતામાં કેવી રીતે પૈસા જમા કરાવે છે તે જોવાનું રહ્યું.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats